Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વધુ એક ટીવી અભિનેત્રી આવી રહી છે બોલીવૂડમાં કેટને મળી સુભાષની ફિલ્મ

ફિલ્મ નિર્માતા સુભાષ ધઇ ૨૦૦૪માં આવેલી ફિલ્મ ઐતરાજની સિકવલ બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મ માટે તેણે નવા સ્ટારની શોધ પણ કરી લીધી છે. આ ફિલ્મમાં ટીવી અભિનેત્રી કેટ શર્માને મુખ્ય રોલ અપાયો છે. કેટ આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે. કેટ શર્માએ સ્ટાર પ્લસના શો મેરી દુર્ગામાં કામ કર્યુ છે. સુભાષ ધાઇને લાંબા સમયથી સિકવલ ફિલ્મ માટે નવા ચહેરાની તલાશ હતી જે કેટ થકી પુરી થઇ છે. કેટ શર્માના જન્મ દિવસની પાર્ટીનું પણ ખુદ સુભાષ ધાઇએ આયોજન કર્યુ હતું. આ પાર્ટીની તસ્વીરો  કેટએ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. સુભાષની

અગાઉ આવેલી ઐતરાજમાં અક્ષય કુમાર, કરીના કપુર અને પ્રિયંકા ચોપડા મુખ્ય ભૂમિકામાં હતાં. કેટએ ટીવી મેરી દુર્ગામાં નેગેટિવ રોલ નિભાવ્યો હતો.

(9:49 am IST)