Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

જાણીતા કોમેડિયન જગદીપને મધર ઇન્ડિયાનો બિરજુનો રોલ મળ્યો હતો!

૮૧ વર્ષે કોમેડિયન જગદીપે દુનિયાને અલવિદા કહી : શૂટિંગ પણ કર્યું હતુ : ડિરેક્ટરને તેમના ચહેરા પર ગુસ્સાનો ભાવ ન દેખાતાં આ રોલ સુનીલ દત્તને અપાયો હતો

મુંબઇ, તા. : લોકપ્રિય અને સુપરહિટ ફિલ્મ 'મધર ઇન્ડિયા'માં સુનીલ દત્ત દ્વારા અદા કરાયેલો બળવાખોર યુવાન બિરજુનો રોલ પહેલા જગદીપને મળ્યો હતો અને થોડાક દિવસો સુધી શૂટિંગ પણ થઇ ગયું હતું. પરંતુ કોઇ કારણસર તે રોલ પછીથી સુનિલ દત્તને અપાયો હતો તેમ રાઇટર-ફિલ્મમેકર રૂમી જાફરીનું કહેવું છે. ગઇકાલે ૮૧ વર્ષની વયે દુનિયાને અલવિદા કહેનાર જાણીતા કોમેડિયન જગદીપ સાથે આવી અનેક કથાઓ સંકળાયેલી છે 'લાઇફ પાર્ટનર' અને 'ગલી ગલી ચોર હૈ' નામની બે ફિલ્લોમાં જગદીપને ડિરેક્ટ કરના જાફરી જૂના દિવસોને યાદ કરે છે અને તેમાં મહેબૂબ ખાનના રેકોર્ડિસ્ટ પાંડુ દાદા પાસેથી સાંભળેલી વાતને કહે છે. તેમણે કહ્યું હતું કે 'મહેબૂબ ખાનના રેકોર્ડિસ્ટ પાંડુ દાદાએ એક વખત મને કહ્યું હતું કે હું તેમની સાથે ફિલ્મ ' અબ લૌટ ચલે'ના રાઇટર તરીકે કામ કરી રહ્યો હતો,

            એ વખતે ફિલ્મ 'મધર ઇન્ડિયા' પણ બની રહી હતી. અગાઉ બિરજૂનો રોલ જગદીપ ભાઇએ ભજવ્યો હતો. વાત સાંભળીને હું અવાક થઇ ગયો હતો.' જગદીપે રોલ માટે કેટલાક દિવસો સુધી શૂટિંગ પણ કર્યું હતું. પરંતુ પછી ડિરેક્ટર મહેબૂબ ખાનને લાગ્યું કે બિરજુની જે ઇન્ટેન્સિટી હોવી જોઇએ તે જગદીપમાં નથી. પછી ૧૯૫૭ની ફિલ્મમાં સુનિલ દત્ત બિરજુની ભૂમિકામાં આવ્યા હતા અને છવાઇ ગયા હતા. રાઇટરે કહ્યું હતું કે 'પછીથી જ્યારે જગદીપને પૂછાયું તો તેમણે કહ્યું કે રોલની મને ઓફર થઇ નહતી. કેટલાક ભાગનું શૂટિંગ પણ થયું હતું. પરંતુ મહેબૂબ ખાનને લાગ્યું કે ચહેરા પર રોષ દેખાતો નથી અને પછી તે રોલ સુનિલ દત્તને અપાયો હતો.' ૧૯૭૫ની બ્લોક બસ્ટર ફિલ્મ 'શોલે'માં સુરમા ભોપાલીનો આઇકોનિક રોલ અદા કરવા બદલ જગદીપ હંમેશ યાદ રહેશે.

           રુમી જાફરી પહેલી વખત ફિલ્મ સુરમા ભોપાલીના સેટ પર ૧૯૮૮માં જગદીપને મળ્યા હતાતેમનું કહેવું હતું કે 'તેઓ મારા માટે પરિવાર જેવા હતા. ભોપાલથી મુંબઇ આવતા અગાઇ હું તેમના ઘરમાં અનેક દિવસો સુધી રહ્યો હતો. તેઓ અત્યંત પ્રેમાણ માણસ હતા. તેઓ રીલ લાઇફમાં કોમેડિયન હતા, પરંતુ રીયલ લાઇફમાં ગંભીર, વિચારશીલ માણસ હતા.' જાફરીએ કહ્યું સઇદ ઇશ્તિયાક અહેમદ જાફરીનું વાસ્તવિક નામ ધરાવતાં જગદીપ તેમના ડાયલોગને તેમનીરીતે સુધારતા હતા. 'અગાઉ જ્યારે એક્ટર્સ અનેક ફિલ્મો કરવામાં વ્યસ્ત હોય ત્યારે અન્ય લોકો તેમના માટે ડબિંગ કરી દેતા હતા. પરંતુ જગદીપભાઇની ડાયલોગ ડિલિવરી એવી હતી કે કોઇ તેમના માટે ડબિંગ કરી શકે તેમ નહતું. માત્ર તેઓ કરી શકતા હતા.' ૧૯૮૧ની ફિલ્મ 'કાલિયા'માં જગદીપે અદા કરેલી કાર ડીલરની ભૂમિકા એક્ટિંગની એક માસ્ટરક્લાસ હતી. સીનમાં જગદીપભાઇએ આપેલા રિએક્શન અદ્ભુત હતા તેમ જાફરીએ કહ્યું હતું.

(9:54 pm IST)