Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

૨૦૧૯માં કોમેડિયન અને અભિનેતા જગદીપને આઇઆઇએફએ એવોર્ડ મળ્યો હતોઃ એવોર્ડ લેવા વ્હીલચેરમાં બેસીને આવ્યા હતા

નવી દિલ્હીઃ દિગ્ગજ કોમેડિયન અને અભિનેતા જગદીપનું બુધવારની રાત્રે નિધન થયુ છે. તેઓ 81 વર્ષના હતા. સૂરમા ભોપાલીના નામથી જાણીતા જગદીપના નિધનથી બોલીવુડમાં શોકનો માહોલ છવાયો છે. જગદીપજીએ હિન્દી સિનેમામાં આપેલા યોગદાનને ભૂલી શકાય નહીં.

વ્હીલચેર પર બેસીને પહોંચ્યા હતા છેલ્લો એવોર્ડ લેવા

2019માં જદગીપને  IIFA એવોર્ડસમાં વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. જગદીપને હિન્દી સિનેમામં તેમને શાનદાર યોગદાન માટે આઈફા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જગદીપને આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યૂશન ટૂ ઈન્ડિયન સિનેમાનો એવોર્ડ ડાયરેક્ટર રમેશ સિપ્પી અને અભિનેતા રણવીર સિંહે આપ્યો હતો. ત્યારે જગદીપ આઈફાના મંચ પર વ્હીલચેરમાં બેસીને એવોર્ડ લેવા પહોંચ્યા હતા.  IIFAમાં બધા અભિનેતાઓએ મળીને જગદીપને ટ્રિબ્યૂટ આપ્યું હતું. સ્ટેજ પર જગદીપની સાથે તેમનાપુત્ર જાવેદ જાફરી, નાવેદ જાફરી અને તેમની પૌત્રી મીનાજ જાફરી હાજર હતી.

જગદીપને તેમના કોમિક રોલ્સ માટે ઓળખવામાં આવે છે. કોમિક ભૂમિકામાં જગદીપનો કોઈ મુકાબલો નહતો. તેમની કોમિક ટાઇમિંગ જબરદસ્ત હતી. પોતાના કરિયરમાં જગદીપે 400થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે નાની ઉંમરે ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનું શરૂ કરી દીધુ હતુ. ફિલ્મ શોલેમાં તેમના દ્વારા નિભાવવામાં આવેલ ભૂમિકા સૂરમા ભોપાલી આજ સુધી લોકો વચ્ચે પોપ્યુલર છે.

જગદીપનું સાચુ નામ સૈય્યદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. તેમણે પોતાના કરિયરની શરૂઆત બીઆર ચોપડાની ફિલ્મ અફસાનાથી બાળ કલાકારના રૂપમાં કરી હતી. પોતાના શાનદાર અભિનય દ્વારા જગદીપે ઘણા એવોર્ડ જીત્યા હતા. તેમનું નિધન બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝ માટે એક ક્ષતિ છે. આ વર્ષે બોલીવુડે પોતાના ઘણા કલાકારોને ગુમાવ્યા છે. આ યાદીમાં જગદીપનું નામ પણ જોડાઇ ગયું છે.

(5:01 pm IST)