Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

તે હમેંશા આગળ વધવાની પ્રેરણા આપતો હતોઃ સંજના

સુશાંતસિંહ રાજપૂતની અંતિમ ફિલ્મમાં તેની સાથે મુખ્ય ભુમિકા નિભાવી રહેલી અભિનેત્રી સંજના સાંઘીએ સુશાંતસિંહ વિશેની અજાણી વાતો રજૂ કરી છે. સંજનાએ દિલ બેચારા નામની ફિલ્મ સુશાંત સાથે કરી છે. આ ફિલ્મ ૨૪મી જુલાઇએ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. સંજનાએ કહ્યું હતું કે સુશાંત ખુબ જ જિંદાદિલ અને ખુશમિજાજ હતો, તેને કદી ભુલી શકાય તેમ નથી. તે પણ મારી જેમ ખાવાનો શોખીન હતો. લંચ વખતે આખુ ટેબલ ભોજનથી ભરાઇ જતું હતું. અમને જો કે નીચે બેસીને જમવાનું જ ફાવતું હતું. સુશાંત હમેંશા જમતી વખતે મારી મજાક ઉડાવતો હતો કે હું કેટલુ બધુ જમી લઉ છું. તે આમ તો અંતર્મુખી હતો, પરંતુ તેની સાથે મારી દોસ્તી સેટ પર પહેલા દિવસે જ થઇ ગઇ હતી. સુશાંતની જેમ હું પણ કોલેજમાં ટોપર રહી ચુકી છું. સુશાંત ફિઝીકસમાં અને હું પોલિટિકલ સાયન્સમાં ટોપ પર રહી હતી.   હું અને સુશાંત અમારા પુસ્તકના જ્ઞાન પર કલાકો સુધી સેટ પર વાતો કરતાં હતાં. મને પણ તેની જેમ પુસ્તકો વાંચવનો ખુબ જ શોખ છે. તે હમેંશા આગળ વધવાની પ્રેરણા આપતો હતો.  

 

(9:43 am IST)