Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ટીવી શોમાંથી શિખાને હટાવાઇઃ રેહાનાની એન્ટ્રી

ટીવી શો કુમકુમ ભાગ્યમાં આલિયાનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી શિખા સિંહને આ સિરીયલમાંથી હટાવી દેવામાં આવી છે. તેની જગ્યાએ અભિનેત્રી રેહાના પંડિતને આ રોલ અપાયો છે. શિખા સિંહે તાજેતરમાં જ દિકરીને જન્મ આપ્યો છે. હાલમાં તે મેટરનીટી બ્રેક પર હતી. પોતાને કુમકુમ ભાગ્યમાં રોલ મળવાથી રેહાના અત્યંત ખુશ છે, તો બીજી તરફ શિખા સિંહને ઝટકો લાગ્યો છે. તેણે કહ્યું હતું કે આ શોમાંથી મને રિપ્લેસ કરવામાં આવી રહી છે તેની કોઇ જાણકારી પણ નિર્માતા તરફથી આપવામાં આવી હતી. મને ઓફિશીયલી આ રોલમાં હટાવાઇ છે તેવી કોઇ વાત કરવામાં આવી નથી. મેં શો છોડ્યો નહોતો. જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં હું ફરીથી શો સાથે જોડાઇ જઇશ તેવી આશા હતી. પરંતુ મને લાગે છે કે નિર્માતાઓ કદાચ મારી રાહ જોવા નહોતા ઇચ્છતા. આ મારા પ્રત્યે ખુબ જ દુઃખદ છે. કોવિડ-૧૯ના સમયમાં હું હાલમાં કામ શરૂ કરી ન શકું, કારણ કે ઘરે નવજાત દિકરી છે.   શિખાએ કહ્યું હતું કે હું આ શોના મારા દરેક સાથી કલાકારોને સતત યાદ કરીશ. રેહાનાએ કહ્યું હતું કે મને મળેલો આલિયાનો રોલ ખુબ પાવરફુલ છે. મારા માટે પડકારજનક રહેશે.

(9:43 am IST)