Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

બીજી સિઝન માટે તૈયારી થઇ ચુકી છેઃ ક્રાંતિ પ્રકાશ ઝા

લોકડાઉનમાં સિનેમાહોલ બંધ હોવાથી લોકોએ મનભરીને ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સિરીઝ અને ફિલ્મોનો આનંદ માણ્યો છે. સોૈથી વધુ જોવામાં આવેલી વેબ સિરીઝમાં રકતાંચલ નામની સિરીઝ પણ સામેલ છે. એમએકસ પ્લેયર પર આવેલી આ સિરીઝમાં ક્રાંતિ પ્રકાશ ઝા અને નિકિતન ધીરે મુખ્ય રોલ નિભાવ્યો છે. સિરીઝને લોકોએ ખુબ પસંદ કરી છે. હવે બીજી સિઝન માટે ચાહકો અધીરા છે. મુખ્ય અભિનેતા ક્રાંતિ પ્રકાશ ઝાએ કહ્યું હતું કે ચાહકોનો ઇંતઝાર જલ્દી ખતમ થશે. રકતાંચલ-૨ની સ્ક્રિપ્ટ પર કામ શરૂ થઇ ગયું છે. શુટીંગની મંજુરી મળતાં  જ બનારસમાં શુટીંગ શરૂ કરી દઇશું. સપ્ટેમ્બર કે ઓકટોબરમાં શુટીંગ શરૂ થઇ જવાની આશા છે. ક્રાંતિ પ્રકાશ ઝાએ અગાઉ એમએસ ધોની-ધ અનટોલ્ટ સ્ટોરીમાં પણ કામ કર્યુ હતું. તેણે સુશાંતસિંહની આત્મહત્યાની જાણ થઇ ત્યારે તે હતપ્રભ થઇ ગયો હતો. તેણે પોતાની રકતાંચલ સિરીઝનો મેસેજ પણ સુશાંતને કર્યો હતો. પણ તે જવાબ આપી શકયો નહોતો. ક્રાંતિએ કહ્યું હતું કે દરેક ઇન્ડસ્ટ્રીની જેમ બોલીવૂડમાં પણ નેપોટિઝમ છે. મારે પણ અહિ કોઇ ગોડફાધર નથી, આ કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી છે. ક્રાંતિ પણ બિહારનો વતની છે.

(9:43 am IST)