Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

અનન્યાના અસંખ્ય ચાહકો

અનન્યા પાંડેએ બોલીવૂડમાં કદમ માંડ્યાને ભલે થોડો જ સમય થયો હોઇ પરંતુ તેણે પોતાની અભિનય ક્ષમતાથી સોૈના દિલ જીતી લીધા છે. સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરનાર અનન્યાએ હજુ સુધી તો માત્ર બે ફિલ્મો જ કરી છે. આમ છતાં તેણે ઇન્ડસ્ટ્રીમાં નામી અભિનેત્રીઓના લિસ્ટમાં એન્ટ્રી કરી લીધી છે. સોશિયલ મિડીયા પર પણ તેના ચાહકોની સંખ્યા અધધધ છે. અનન્યા લોકડાઉનને કારણે નવા કામથી દૂર છે. પરંતુ પોતાના ફેન્સ-ચાહકો માટે તે સતત સોશિયલ મિડીયા પર હાજર રહે છે અને પોતાની તસ્વીરો, વિડીયો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે કેટલીક ગ્લેમરસ તસ્વીરો મુકી હતી. જેને ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી. આકર્ષક રંગના વનપીસ ડ્રેસની તેની તસ્વીર જોતાં જ ચાહકો તેના વખાણ કરતાં રહી શકતા નથી. આ તસ્વીરને પોસ્ટ થતાંની સાથે જ દસ લાખથી વધુ લાઇકસ મળી ચુકી હતી. અનન્યાની ફિલ્મ ખાલીપીલી રિલીઝ માટે તૈયાર છે. લોકડાઉન આ ફિલ્મને પણ નડ્યું છે. ઇશાન ખટ્ટર તેની સાથે મુખ્ય રોલમાં છે.

(9:42 am IST)