Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સાંસદ બન્યા પછી સની દેઓલે ફિસમાં કર્યો વધારો...

મુંબઈ:બોલિવૂડનાં સુપરહિટ અભિનેતા અને ભાજપનાં સાંસદ બનેલા સની દેઓલની રાજનૈતિક સફર ચાલુ જ થઈ છે. તે પોતાનાં રાજકીય કરિયર સાથે સાથે ફિલ્મોમાં પણ ધ્યાન આપે છે. આમ જોવા જઈએ તો સની દેઓલની ઘણા વર્ષોથી કોઈ નવી ફિલ્મ આવી નથી.પરંતુ હવે સનીને જાણે શું થયું હોય કે અચાનક ફીમાં બહોળો વધારે કરી દીધો. આવનારી ફિલ્મમાં આ રીતે ફીનો વધારો એ ફિલ્મ મેકર્સ માટે ઝાટકા સમાન હતું માટે મજબુરીમાં મેકર્સે સની દેઓલને ફિલ્મ બહાર કાઢવો પડ્યો. આ રીતે ફીનાં વધારાને કારણે સની દેઓલને ફિલ્મમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. હતું એવું કે સાંસદ બન્યા પહેલા પહેલી વાર સની દેઓલ ફિલ્મ ફતેહ સિંહમા જોવા મળવાનો હતો. જો મીડિયા રિપોર્ટસનું માનવામાં આવે તો ફતેહ સિંહ માટે સનીએ ફીમાં વધારો કરીને 5 કરોડ કરી નાખી છે. આ ફી ફિલ્મનાં બજેટ પ્રમાણે ઘણી વધારે છે. આ ફિલ્મનું મોટા ભાગનું શુટિંગ પણ લંડનમાં થવાનું છે.

(4:55 pm IST)