Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કંગાનની ફિલ્મ 'ધાકડ'નું બીજું પોસ્ટર આવ્યું સામે

મુંબઈ:બોલિવૂડ હિરોઈન કંગના રનૌત આ દિવસોમાં જજમેન્ટલ હૈ ક્યાં ફિલ્મને લઈને પહેલાથી જ ચર્ચામાં છે. રાજ કુમાર રાવ સાથે આ ફિલ્મમાં કંગના જોવા મળવાની છે. ફિલ્મ 26 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ધાકડ ફિલ્મનું બીજુ પોસ્ટર બહાર આવ્યું છે કે જેમાં કંગનાને જોઈને ભલભલાને પરસેવો છુટી જાય. આ પોસ્ટરમાં કંગના એકદમ ધાકડ છોરી જેવી દેખાઈ રહી છે. પોસ્ટરમાં જોઈ શકાય છે કે કંગનાનાં બંન્ને હાથમાં રાઈફલ છે અને જેની મદદથી તે દુશ્મનો પર પ્રહાર કરતી જોવા મળી રહી છે. કંગનાના તેવર જોઈને એક અંદાજો લગાવી શકાય છે કે આ ફિલ્મ દ્વારા કંગના એક્શન ક્વિન બનવા માંગે છે. એક માત્ર કારણ છે કે આ ફિલ્મને વધુ એક્શન મુવી બનાવવા માટે હોલિવૂડ ડાયરેક્ટરને બોલાવવામાં આવશે. એટલું જ નહીં પણ કંગનાના આ ફિલ્મને હોલિવૂડ ટચ આપવા માટે વિદેશની ઘણી જગ્યાએ શુટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો પોસ્ટર પ્રમાણે વાત કરવામાં આવે તો આગલી દિવાળી પર કંગના સિનેમા ઘરોમાં આ ફિલ્મ રિલીઝ કરશે.

(4:55 pm IST)