Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

તાકાતવર રાજકારણીના રોલમાં સંજય દત્ત

અભિનેતા સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમનું મોશન પોસ્ટર રિલીઝ થયું છે. સંજય આ ફિલ્મથી નિર્માતા  તરીકેની શરૂઆત કરી રહ્યો છે. આ ફિલ્મ તેલુગુ હિટ ફિલ્મ પ્રસ્થાનમની હિન્દી રિમેક છે. જેનું નિર્દેશન દેવા કટ્ટા કરી રહ્યા છે. તેલુગુ ફિલ્મનું નિર્દેશન પણ તેણે જ કર્યુ હતું. પ્રસ્થાનમ એક તાકાતવર રાજકારણી અને તેના પારિવારીક સંબંધોની કહાની પર આધારીત છે. સંજય દત્ત આ ફિલ્મમાં મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે. મોશન પોસ્ટરમાં એક સિંહાસન દેખાય છે અને સાથે રિવોલ્વરની નાળ સિંહાસન તરફ તાંકેલી દેખાય છે. જે સત્તા અને તાકાતનું ગઠબંધન રજૂ કરે છે. સંજયએ પોસ્ટર સાથે લખ્યું છે કે તાકાત, લાલચ, પ્રેમ અને માનવીય મિથ્યાઓ પર આધારીત એક વિરાસત, પ્રસ્થાનમ ૨૦ સપ્ટેમ્બરના રિલીઝ થશે. ફિલ્મમાં મનિષા કોઇરાલા, જૈકી શ્રોફ, અમાયરા દસ્તુર, અલી ફઝલ મુખ્ય ભૂમિકામાં છે.

(11:39 am IST)