Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

આરુષિ હત્યાકાંડ પર આધારિત ફિલ્મ સરકાર હાજીર હો 13 જુલાઈએ થશે રિલીઝ

મુંબઈ:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામને લઈને વણ જોઈતી ચર્ચામાં રહેલ એમએસ ગુપ્તા પ્રસ્તુત સરકાર હાજીર હોને સેંસર બોર્ડ તરફથી ક્લીયરન્સ મળી જતા હવે ફિલ્મ ૧૩ જુલાઈએ રીલીઝ થવા જઈ રહી છે. પંડિત વ્યાસ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ સરકાર હાજીર હોના લેખક-નિર્દેશક પંડિત વ્યાસને પૂછવા પર કે ફિલ્મમાં એવી કઈ વિશેષતા છે કે આને રીતે ભવ્યતા સાથે પ્રચારીત કરવામાં આવી રહી છે? અંગે જવાબ અપાયો કે જેટલો પ્રચાર થશે, એટલા તમારી સુધી પહોંચી શકીશું અને જે પણ ક્ષેત્ર માટે તમે કામ કરી રહ્યા છો તે પ્રત્યે તમારુ સમર્પણ જુનુનિયતની હદોને પાર કરી જાય. ત્યારે કાર્ય કરવાની સાર્થકતા નજરે પડે છે. સરકાર હાજીર હો ફિલ્મ મુખ્ય રીતે એક કોર્ટ ડ્રામા છે. 

 

બે અલગ અલગ મર્ડર મિસ્ટ્રીને એક સૂત્રમાં પરોવીને આનું ફિલ્માંકન કરવામાં આવ્યુ છે. સરકાર દંપત્તિની પુત્રી જુહી અને તેના નોકરનુ આરુષિ હત્યાકાંડ સમાન ખૂન થયુ છે. તેમજ ફિલ્મ શીના વોરા કેસ સમાન એટલા માટે છે કે તે પોતાના કથિત ભાઈ સાથે સગાઈ કર્યા બાદ પોતાના ૧૮મા જન્મદિવસે , જે દિવસે તેની હત્યા થઈ જિવસે લગ્ન કરવા જઈ રહી હતી. 

(6:01 pm IST)