Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ફિલ્મ ‘ધડક’ની રિલીઝ પહેલા તિરુપતિ બાલાજીના દર્શને પહોંચી જાહ્નવી કપૂર

મુંબઈ :‘ધડક'ની સફળતા માટે જાહ્નવી પરિવાર સાથે તિરુપતિ બાલાજીના આશીર્વાદ લેવા પહોંચી. જાહ્નવી કપૂર પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા ગઈ હતી.

 મંદિરમાં દર્શન વખતે જાહ્નવી અને ખુશી પારંપારિક સાડીમાં જોવા મળ્યા હતા જાહ્નવીએ બ્લૂ-પિંક કલરની સાડી પહેરી અને ખુશીએ મરૂન-ગ્રીન કલરની સાડી પહેરી હતી. ‘ધડક' 20 જુલાઈએ રિલીઝ થવાની છે.

(12:33 pm IST)