Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મોહમ્મદ શમીની પત્ની હસીનજહાંએ એકટ્રેસ બનવાઅ ૧૫ કિલો વજન ઘટાડયું

હસીનજહાંએ ટ્વિટર પર શેર કરેલા ફોટોશૂટના સ્વડીયોનો સ્ક્રીનશોટ

 

ક્રિકેટર મોહમ્મદ શમી પર બેવફાઇ, રેપ,હત્યા કરવાની કોશિશનો આરોપ લગાવવાળી પત્ની હસીન જહાએ ફરીથી મોડલિંગ શરૂ કર્યુ છે. ત્રણ વર્ષની દીકરીને પાળવા પોષવા તેણે ફરીથી મોડલિંગ કરવાનું શરૂ કર્યુ છે. હસીનજહા પ્રોફેશનલ મોડલ રહી ચુકી છે અને કલકતા નાઇટ ટાઇડર્સ માટે ચીઅર-લીડર પણ રશી છે. ૨૦૧૪ માં શમી સાથે લગ્ન થયા પછી તેણે મોડલિંગ છોડીદીધુ હતું હસીનનું કહેવુંં હતું કે પોતે મોડલિંગ કરે એ શમીનેપસંદ નહોતું. હવે જયારે તે શમીથી છુટી પડી ગઇ છે ત્યારે ફરીથી મોડલિંગની ચમકીલી દૂનિયામાં પાછી ફરવા માગે છે.

હાલમાં હસીનજહાં રોજજિમમાં જઇને વર્કઆઉટ કરે છે અને ૧૫ કિલો વજન ઘટાડી નાખ્યું છે. મોડલિંગ ઉપરાંત તેણે હવે એકટિંગ પર હાથ અજમાવવાનું શરૂ કર્યુ છે. ગયા વીકમાં જ તેણેે એક મર્ડર મિસ્ટરી શોમાં કામ કર્યુ હતું. ટુંક સમયમાં જ તે કલકતાથી મુંબઇ હિફટ થવા માગે છે.તે જુના દોસ્તોની મદદથી મોડલિંગ અને એકટિંગ કરવા માગે છે. જોકે આ સમાચાર સાંભળીને સોશ્યલ મિડિયા પર એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે તેને ફેમસ થવું હતું એટલેજ પતિ સાથેવિવાદ ઉભો કર્યો હોય એવું લાગે છે.(

(10:21 am IST)