News of Monday, 9th July 2018

આઇટમ સોંગ નહિ કરે જૈકલીન ફર્નાન્ડીઝ

સાજીદ નડિયાદવાલાની હાઉસફુલ-૪નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, સંજય દત્ત, બોબી દેઓલ ફાઇનલ થઇ ગયા છે. ક્રિતી સેનન, કૃતિ ખરબંદા અને પૂજા હેગડેને પણ હીરોઇનના રોલ આપી દેવાયા છે. નિર્દેશક સાજીદ ખાન આ ફિલ્મમાં જૈકલીન ફર્નાન્ડીઝ એક આઇટમ સોંગમાં કામ કરે તેવું ઇચ્છતા હતાં. પણ જૈકલીન આ માટે રાજી થઇ નથી. એમ કહેવાય છે કે એક સમયે સાજીદ ખાન અને જૈકલીન રિલેશનમાં રહ્યા હતાં. પછી અલગ થઇ ગયા હતાં. જૈકલીને હાઉસફુલ-૨ અને ૩માં હીરોઇન તરીકે કામ કર્યુ હતું. પણ નિર્દેશક તરીકે સાજીદ ખાનની એન્ટ્રી થતાં જ આ ફિલ્મમાંથી તે ખસી ગઇ છે. તેની પાસે હાલમાં કિક-૨ અને સલમાન સાથેની જ એક ડાન્સ ફિલ્મ છે.

(9:01 am IST)
  • સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ ટ્વિટર ઓડિટ અનુસાર વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાખો નકલી એકાઉન્ટ ફોલો કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર વડાપ્રધાન મોદી ટ્વિટર પર ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા વ્યક્તિ છે અને તેમના 23 ટકા ફોલોઅર્સ ફેક છે. દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન મોદીના 43 મિલિયન ફોલોઅર્સમાંથી લગભગ 10 મિલિયન (1 કરોડ) ફોલોઅર્સ નકલી છે. જ્યારે રાહુલ ગાંધીના લગભગ અઢી મિલિયન (અઢી લાખ) ફોલોઅર્સ ફેક છે. ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહેતા સુષ્મા સ્વરાજના 21 ટકા ફોલોઅર્સ ફેક છે. કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર પક્ષને ફોલો કરનારાઓમાં 21 ટકા નકલી છે. જ્યારે ભાજપના 30 ટકા ફોલોઅર્સ નકલી છે. જેથી જો ટ્વિટર પોતાની પોલીસી હેઠળ આ નકલી એકાઉન્ટને સસ્પેન્ડ કે બ્લોક કરે તો તેમના ફોલોઅર્સની સંખ્યામાં બહુ મોટો ઘટાડો થઇ શકે છે. access_time 12:14 am IST

  • નરેન્દ્રભાઇ ૨૪-૨૫-૨૬ દક્ષિણ આફ્રિકાના પ્રવાસેઃ ૨૪મીએ યુગાન્ડા જશેઃ ભારતીય સમુદાયને સંબોધશેઃ જોહનીસબર્ગ ખાતે ૨૫-૨૬ના રોજ બ્રિકસ સંમેલનમાં ભાગ લેશે access_time 3:53 pm IST

  • બેન્કો પાસેથી 9000 કરોડ રૂપિયાની લોન લઇ ભાગી જનાર બિઝનેસમેન વિજય માલ્યાની વિરૂદ્ધ ભલે બ્રિટનની કોર્ટે ઘરનું સર્ચિંગ અને જપ્ત કરવાનો આદેશ આપી દીધો છે. જો કે, તેનાથી કદાચ જ તેના પર કોઇ ફરક પડશે. વિજય માલ્યાએ રવિવારના રોજ કહ્યું કે તેઓ કોર્ટના એન્ફોર્સમેન્ટ ઓફિસર્સના આદેશોનું પાલન કરશે, પરંતુ તેમની પાસે કંઇ કરવા માટે હશે જ નહીં. તેમણે કહ્યું કે તેનું કારણ એ છે કે બ્રિટન સ્થિત આલીશાન ઘરમાં તેમના નામ પર કંઇ છે જ નહીં. access_time 12:14 am IST