Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

સુપર સ્ટાર સલમાનખાન નથએટર ચેઇન શરૂ કરશેઃ મફતમાં ફિલ્મ બતાવશે

મુંબઈ : એક્ટિંગ, સિંગિંગ, પ્રોડક્શન, ડિસ્ટ્રિબ્યૂશન અને પેઈન્ટિંગસુપરસ્ટાર સલમાન ખાન કઈ-કઈ ફિલ્ડમાં હાથ અજમાવશે તે કહેવું મુશ્કેલ છે. જાણવા મળી રહ્યું છે કે, સલમાન હવે થિએટર ચેઈન શરૂ કરવા જઈ રહ્યો છે એટલે કે, તે ઘણા બધા થિએટર્સ ખોલશે. કહેવામાં આવી રહ્યું છે કે, સલમાનનો આ નિર્ણય ફિલ્મ બિઝનેસમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે.

સલમાન પોતાની આગામી ફિલ્મ રેસ 3’ અને લવરાત્રિદ્વારા ડિસ્ટ્રીબ્યૂટર તો બની જ ચૂક્યો છે અને હવે તે પોતાની થિએટર ચેઈન શરૂ કરવા જઈ રહ્યો છે જેની શરૂઆત પણ થઈ ચૂકી છે. જાણવા મળી રહ્યું છે કે, મુંબઈના બહારી વિસ્તારમાં સલમાને પોતાના પહેલા થિએટરનું નિર્માણ કાર્ય પણ શરૂ કરાવી દીધું છે. આ થિએટર્સની ખાસ વાત એ હશે કે, ત્યાં મૂવીની ટિકિટ ખૂબ જ સસ્તા ભાવે મળશે અને ટેક્સ-ફ્રી હશે. આ ઉપરાંત તે ગરીબ બાળકોને મફતમાં મૂવી ટિકિટ આપશે.

સલમાનનો થિએટર ચેઈન લાવવા પાછળનો એક જ હેતુ છે કે, લોકો સસ્તા ભાવે ફિલ્મો જોઈ શકે. આનાથી લોકોની ફિલ્મો પ્રત્યેની જાગૃતતા વધશે અને વધારે લોકો ફિલ્મ જોવા માટે થિએટરમાં જશે. સલમાને કહ્યું કે, તે આ પ્રૉજેક્ટ વિશે ઘણા વખતથી વિચારી રહ્યો હતો પણ કેટલાક કારણોસર તેને શરૂ થવામાં વિલંબ થઈ ગયો. આ થિએટર્સ નાના શહેરો, કસબાઓ અને મુંબઈના બહારના વિસ્તારોમાં બનશે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ફિલ્મ રેસ 3’માં એક્શન પેક્ડ અવતારમાં દેખાશે. ફિલ્મ ઈદ પર એટલે કે, 15 જૂને રિલીઝ થશે અને આમા, જેકલીન ફર્નાન્ડિઝ, અનિલ કપૂર, સાકિબ સલીમ, બૉબી દેઓલ પણ જોવા મળશે.

(11:23 pm IST)
  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST