News of Saturday, 9th June 2018

દીપિકા પાદુકોણ પાસે રૂપિયા ૩.પ લાખની અફલાતુન બેગઃ ટ્રાવેલીંગ દરમિયાન એક સાથે ઘણી વસ્તુઓ મુકવા માટે ઉપયોગ કરે છે

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રીઓ દેશ‌-વિદેશના પ્રવાસે જાય છે ત્યારે તેમની સાથે ઘણો સામાન હોય છે. ત્યારે ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ બહાર જતી વખતે રૂપિયા ૩.પ લાખની કિંમતની બેગ સાથે રાખે છે.

તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સેલેબ્સના ફેવરિટ રેસ્ટોરાં બાસ્ટિયનમાં ફેમિલી સાથે ડિનર માટે ગઈ હતી અને ઈન્ડિયન ગેટઅપમાં જોવા મળી હતી.

દીપિકાએ પોતાના ફેવરિટ પેસ્ટલ પિંક કલરનો અનારકલી સૂટ પહેર્યો હતો. આ લુકમાં તે સિંપલ અને એલિગન્ટ લાગી રહી હતી. પરંતુ દીપિકાના આ અટાયરમાં તેની બ્લેક હેન્ડબેગે સૌનું ધ્યાન ખેંચ્યુ.

ફેમિલી ડિનર માટે દીપિકા જે બ્લેક બેગ પહેરીને ગઈ તેની શાનદાર લેગેસી છે. આ Chanel બ્રાન્ડની XXL ફ્લૈપ બેગ છે, જે હાઈ-એન્ડ પર્સની કેટેગરીમાં આવે છે અને તેની કિંમત લગભગ 3.5 લાખ રુપિયા છે. સાઈઝને કરાણે આ બેગ ટ્રાવેલિંગ દરમિયાન ઉપયોગમાં લેવા માટે પર્ફેક્ટ છે જેમાં એક સાથે ઘણી વસ્તુઓ મુકી શકાય છે.

દુનિયાની સૌથી વધારે પસંદ કરવામાં આવતી ડિઝાઈનર બેગ છે. બ્લેક કૈવિયર લેધર અને ગોલ્ડ હાર્ડવેરથી તૈયાર કરવામાં આવેલી આ બેગ રઝિસ્ટન્ટ છે અને તેમાં વૉશેબલ મટીરિયલ વાપરવામાં આવ્યું છે.

(5:50 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. access_time 7:17 pm IST