News of Saturday, 9th June 2018

કરણ જોહર સાથે કડવાશ ભૂલી જઈ અજય દેવગણ કરશે ફિલ્મમાં કેમિયો

મુંબઇ:  અજય દેવગણ અને કરણ જોહર વચ્ચે કડવાશ તે સહુ કોઇ જાણે છે. છતાં અભિનેતાએ દરિયાદિલ દાખવીને કરણના બેનર હેઠળ બનનારી ફિલ્મમાં કેમીયો કરવાની હા પાડી છે. જોકે તેણે આ નિર્ણય પોતાના ખાસ દિગ્દર્શક મિત્ર રોહિત શેટ્ટીને કારણે લીધો છે. હાલ રોહિત રણવીર સિંહ અને સારા અલી ખાન સાથે ફિલ્મ 'સિમ્બા બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં રણવીર પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. રોહિત ઇચ્છે છે કે ફિલ્મના ક્લાઇમેક્સ હિસ્સામાં રણવીર સાથે અજય પણ જોડાય તો દર્શકોને વધુ મનોરંજન પુરું પાડી શકાશે.અજયની આ ફિલ્મમાં હાજરીથી ફિલ્મનું સ્તર પણ વધશે તેમ રોહિતનું માનવું છે.  જોકે આ ફિલ્મનો નિર્માતા કરણજોહર પણ હોવાથી અજય શું નિર્ણય લેશે તે નક્કી કરી શકાતું નહોતું. પરંતુ અજયે રોહિત શેટ્ટીની વાતને તરત જ માની લીધી અને કેમીયો કરવા રાજી થયો છે. મનોરંજન ઉદ્યોગમાં અજય દેવગણની છાપ દરિયાદિલ અભિનેતા તરીકેની છે. જે તેણે રોહિત શેટ્ટીની વાત માનીને સાબિત કરી આપી છે. એક વાત ચોક્કસ છે કે જો આ ફિલ્મ સાથે રોહિત જોડાયો ન હોત તો અજય આ ફિલ્મમાં કામ કરવા રાજી ન થાત.

 

 

(4:53 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST