Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

જેક્લીન શીખી રહી છે ઉર્દુ ભાષા

મુંબઇ : સલમાન ખાન સાથે રેસ થ્રીમાં ચમકી રહેલી ટોચની અભિનેત્રી જેક્લીન ફરનાન્ડિસ આજકાલ હિન્દી ભાષા ઉપરાંત ઊર્દૂ ભાષા શીખી રહી હોવાની માહિતી મળી હતી. શ્રી લંકન બ્યૂટી તરીકે ઓળખાતી જેક્લીનની માતૃભાષા સિંહાલી છે. પરંતુ હિન્દી ફિલ્મોમાં આવી ગઇ એટલે હિન્દી ભાષા પર સારો કાબુ મેળવવો અનિવાર્ય ગણાય. આવીજ સમસ્યા ઇંગ્લંડથી કેટરિના કૈફ આવી ત્યારે સર્જાઇ હતી. શરૃશરૃમાં એને હિન્દી બોલતાં ફાવતું નહોતું. હિન્દી ભાષા સમજી શકતી હતી પરંતુ બોલી શકતી નહોતી. એટલે પ્રેસ મિટમાં કોઇ પત્રકાર હિન્દીમાં સવાલ પૂછે તો અંગ્રેજીમાં જવાબ આપતી. કેટલીક વાર શાહરુખ ખાન કે સલમાન ખાન એની વહારે ચડતા. જો કે જેક્લીનનું સાવ એવું નથી. તમે હાલ ઊર્દૂ શીખી રહ્યા છો એવા સવાલના જવાબમાં હા પાડતાં જેક્લીને કહ્યું કે હાલ ફક્ત વાંચતાં અને લખતાં શીખી રહી છું. ત્યારબાદ બોલતાં શીખીશ. ઊર્દૂના ઉચ્ચારો બહુ મુશ્કેલ હોય છે. કેટલાક વ્યંજનોના એક કરતાં વધુ ઉચ્ચાર હોય છે. જો કે સલમાનના પિતા અને વીતેલા દાયકાના ટોચના સ્ક્રીપ્ટ રાઇટર સલીમ ખાને એને રમૂજમાં કહ્યું હતું કે તુમ પહલે હિન્દી બોલના ઠીક સે શીખ લો તો તુમ ઊર્દૂ ઝડપ સે શીખ સકોગી.

(4:51 pm IST)