Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

નેસ અને વિક્રમ ભટ્ટ સાથે અફેરથી ચર્ચામાં રહેલ અમીષાને ચંપલ મારીને ઘરમાંથી કાઢી મુકાઈ હતી:જન્મદિને જાણો ખાટીમીઠી વાતો

મુંબઈ :બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલનો આજે જન્મદિવસ છે તેણીનો જન્મ 9 જૂન, 1976ના રોજ મુંબઈમાં થયો હતો ગુજરાતી પરિવારથી આવતી અમીષાએ વર્ષ 2000માં ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અમીષા પટેલ તે એક્ટ્રેસમાંથી એક છે જેમની પહેલી જ ફિલ્મ સુપરહિટ થઈ હતી. આ ફિલ્મ હિટ થયા પછી 2001માં તેની ફિલ્મ ગદર પણ સુપરહિટ સાબિત થઈ હતી.

  ફિલ્મોમાં આવતા પહેલા અમીષા પટેલ અને બિઝનેસમેન નેસ વાડિયાના અફેરની ચર્ચા હતી. બન્ને એક જ કોલેજમાં ભણતા હતા. નેસ વાડિયા અમીષા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ અમીષા ફિલ્મોમાં કરિયર બનાવવા માંગતી હતી. આ કારણોસર તેમની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

 

  નેસ વાડિયાથી અલગ થયા પછી અમીષાનું નામ ડિરેક્ટર-પ્રોડ્યુસર વિક્રમ ભટ્ટ સાથે પણ જોડાયુ, જો કે અમીષાના પરિવારના લોકો વિક્રમ સાથેના રિલેશનથી ખુશ નહોતા. અમીષાએ મીડિયામાં આપેલા એક સ્ટેટમેન્ટમાં કહ્યુ હતું કે તેની માતાએ તેને ચંપલથી મારીને ઘરમાંથી કાઢી મુકી હતી.

  જો કે અમીષા અને વિક્રમ ભટ્ટના સંબંધો વધારે દિવસ સુધી નહોતા ચાલ્યા અને 2008માં તેમનું બ્રેકઅપ થઈ ગયુ. આ સિવાય પ્રોપર્ટી બાબતે પણ અમીષા અને તેના પરિવારમાં ઘણા વિવાદ થયા. અમીષાએ પોતાના પિતા વિરુદ્ધ 12 કરોડની હેરાફેરીનો આરોપ લગાવ્યો. તેનું કહેવુ હતું કે તેના પિતા પૈસાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.

  અમીષા ઘણી વાર મોટી-મોટી પાર્ટીઓમાં જોવા મળે છે. અનેક વાર પાર્ટીઓમાં તેને દારુના નશામાં ધુત્ત જોવામાં આવી છે. ટીવી એક્ટર કુશાલ ટંડન સાથે થયેલી લડાઈને કારણે તે ચર્ચામાં આવી હતી

(2:20 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • શિવસેનાએ ભાજપનુ નાક દબાવ્યું: વિધાનસભાની ર૮૮ બેઠકોમાંથી ૧પર બેઠકો માંગીઃ ભાજપને ૧૩૬ બેઠકોની ઓફરઃ સીએમ પણ ઉધ્ધવ પોતાના પક્ષના ઇચ્છે છે જો કે ભાજપ ૧૩૦ થી વધુ બેઠક આપવાના મુડમાં નથી. access_time 3:49 pm IST