Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ કરવા ઇચ્છુક નથી : તબ્બુ

ફિલ્મોમાં સક્રિય રહેવાની તબ્બુની ખાસ ઇચ્છા : વિતેલા વર્ષોમાં તબ્બુ એકથી એક મુશ્કેલ, ઇન્ટેન્સ અને પડકારરૂપ રોલ કરી ચુકી છે : તબ્બુ પાસે અનેક ફિલ્મો

મુંબઇ,તા.૯ : ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની શાનદાર અભિનેત્રી તરીકે ગણાતી તબ્બુએ  કહ્યુ છે કે તે હવે મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો કરવા માટે બિલકુલ ઇચ્છુક નથી. જો કે તે ફિલ્મોમાં સક્રિય રહેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તે મલ્ટીસ્ટાર ફિલ્મોમાં હવે રહેવા માંગે છે. જો કે મોટી યાદગાર ભૂમિકા અદા કરવાની તેની હજુ  પણ ઇચ્છા છે. તબ્બુ પોતાની કેરિયરમાં અનેક શાનદાર ભૂમિકા અદા કરી છે. જેમાં જટિલ, ઇન્ટેન્સ અને પડકારરૂપ ભૂમિકાનો સમાવેશ થાય છે. જો કે તે હવે હળવી ભૂમિકા કરવા માંગે છે. ટેન્શનફ્રી રોલ કરવા માટે તેની ઇચ્છા છે. આ જ કારણસર તબ્બુએ આગળ ચાલીને રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં જ જ્યારે અમે આ ફિલ્મના સંબંધમાં વાત કરી રહ્યા હતા ત્યારે તબ્બુએ કહ્યુ હતુ કે તે હવે નંબર ગેમમાં પડવા માંગતી નથી. સોશિયલ મિડિયા આજે લોકોની જરૂરનો હિસ્સો છે. આને કઇ રીતે લેવામાં આવે છે તે અંગે પુછવામાં આવતા તબ્બુએ કહ્યુ હતુ કે તે ઇસ્ટાગ્રામ પર છે અને તેને લઇને ખુશ પણ છે. કારણ કે તેને હમેંશા ફોટાઓને લઇને ક્રેઝ રહ્યો છે. ટ્વીટર પર તે નથી. કારણ કે ત્યાં જઇને તે વાત કરતી નથી. આ તમામ બાબતો જરૂરી છે કે કેમ તે અંગે તે ચક્કરમાં પડવા માંગતી નથી. ગંભીર ફિલ્મોની શાનદાર અભિનેત્રી તરીકે આપની ઓળખ છે તેને લઇને જે છાપ ઉભી થઇ છે તેનાથી તે ખુશ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા તબ્બુએ કહ્યુ છે કે તેની એક પ્રકારની છાપ ઉભી થઇ છે. આને લઇને તે ખુશ છે. તેનુ કહેવુ છે કે તે પોતાની કોઇ ચીજને બદલી નાંખવા માટે તૈયાર નથી. તે એક ફ્લોમાં કામ કરી ચુકી છે. ક્યારેય કોઇ પરંપરાને તોડવા અથવા તો સ્થાપિત કરવા માટે કામ કર્યુ નથી.

(12:49 pm IST)
  • લાલુપુત્ર તેજ પ્રતાપ યાદવનો રાજકારણથી મોહભંગ : બધુ છોડી દ્વારકા જવાની વ્યકત કરી ઇચ્છાઃ પોતે રાધા-કૃષ્ણના પરમ ભકત હોવાનો કર્યો દાવોઃ ટવીટ કરી કહયું કે અર્જુનને હસ્તીનાપુરની ગાદી પર બેસાડી અને ખુદ હું દ્વારકા ચાલ્યો જાઉ. access_time 3:57 pm IST

  • આજે ફરી તટીય મહારાષ્ટ્ર, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના : ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. BMC કર્માચારીઓની વીકેન્ડની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. access_time 11:16 am IST

  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST