Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કપિલ બહુ જલદી નવો શો લઇને આવશે

તે હાલમાં તેની લાઇફસ્ટાઇલ ચેન્જ કરી રહયો છે

મુંબઇ તા.૯: કપિલ શર્મા બહુ જલદી તેનો નવો શો લઇને આવશે. કપિલ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને ઘણી કન્ટ્રોવર્સીનો ભોગ બન્યો છે. સુનિલ ગ્રોવર સાથેના ઝઘડા બાદ ' ધ કપિલ શર્મા શો' બંધ થઇ ગયો હતો. આ શો બાદ તે રીહેબ સેન્ટરમાં ટ્રીટમેન્ટ માટે ગયો હતો અને ત્યાંથી આવ્યા બાદ તેણે નવો શો ' ફેમીલી ટાઇમ વિથ કપિલ શર્મા' શરૂ કર્યો હતો.જોકે, આ શો પણ થોડા એપિસોડ બાદ બંધ થઇ ગયો હતો. ત્યારબાદ તેણે એપ્રિલમાં ટ્વીટર પર તેના વિરૂધ્ધ ખોટી વાતો ફેલાવવા બદલ ઘણી ગાળો આપી હતી. તે યુરોપમાં એક રીહેબ સેન્ટરમાં આલ્કોહોલ છોડવા માટે ટ્રીટમેન્ટ લઇ રહયો હોવાની વાતો ચાલી રહી હતી. જોકે ગુરુવારે રાતે તેણે તેના મિત્ર પંજાબી સિંગરના ગીતને પ્રમોટ કરવા ટ્વીટ કર્યુ હતું. આ દરમ્યાન એક ચાહકે તેને કહયું હતું કે ટીવી પરથી તેના ગયા બાદ તે 'કોમેડી સર્કસ' ના રિપીટ એપિસોડ જોઇ રહયો છે.

આ યુઝરનો જવાબ આપતાં કપિલે ટ્વીટ કર્યુ હતું કે, 'ટેન્શન લેવાની જરૂર નથી. હું જલદી નવો શો લઇને આવશી.'

આ જવાબ બાદ અન્ય યુઝર્સે સવાલોનો મારો ચલાવતાં તેણે કેટલાકને જવાબ આપ્યા હતા. જોકે થોડીક મિનિટ બાદ તેણે કહયું  હતું કે 'ચલો હવે શુભ રાત્રિ. હું મારી લાઇફસ્ટાઇલ બદલવાની કોશિશ કરી રહયો છું.

(12:49 pm IST)
  • આજે ફરી તટીય મહારાષ્ટ્ર, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના : ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. BMC કર્માચારીઓની વીકેન્ડની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. access_time 11:16 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST