Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

હાઉસફુલ 4માં થઈ નવાઝુદ્દીન સિદ્દીકીની એન્ટ્રી

મુંબઈ :હાઉસફુલ 4ને લઈ હાલ ભારે ચર્ચા છે અને લોકો આ ફિલ્મની રિલીઝનો ઈંતેજાર કરી રહ્યા છે. ત્યારે આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હવે નવાઝ પણ પોતાની અદાકારીથી લોકોને હસાવતા જોવા મળશે. નવાઝુદ્દીન સિદ્દીકીવાળો એ સીન જબરદસ્ત કોમેડીથી ભરેલો હશે. આ ફિલ્મને ફરહાદ સામજી નિર્દેશિત કરી રહ્યા છે. હાલ તમામ સ્ટાર્સ ફિલ્મના ગીતના શૂટિંગમાં વ્યસ્ત છે.

હાઉસ 4 ફિલ્મમાં અક્ષય કુમાર , બૉબી દેઓલ અને રિતેશ દેશમુખના અપોઝિટ કૃતિ સેનન, કૃતિ અરબંદા અને પૂજા હેગડે જોવા મળશે.

  અહેવાલ મુજબ અક્ષય કુમાર એક રાજાના રોલમાં જોવા મળશે. હાલમાં જ ફિલ્મ હાઉસફુલ 4ની કહાની લીક થઈ હતી. જેમાં માલૂમ પડ્યું હતું કે ફિલ્મમાં અક્ષય એક રાજાના રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ લાંબા સમયથી ચલી રહ્યું છે

(8:17 pm IST)