Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

કરણ ઓબેરોયની વહારે પૂજા બેદી : બોલી...હવે men too જુમ્બેશ થવી જોઈએ....

મુંબઈ: બળાત્કારના કેસમાં ફસાયેલા કરણ ઓબેરોયની વહારે પૂજા બેદી દોડી આવી છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું આખી જિંદગી મહિલાઓના અધિકાર માટે લડી છું અને ગયા વર્ષથી મેં પુરુષોના અધિકાર માટે લડવાનું શરૂ કર્યું છે. હું સમાનતામાં માનું છુ, પણ એક પુરુષની જિંદગી ખરાબ કરનાર મહિલા બચીને જવી જોઈએ. કેટલીક મુઠ્ઠીભર મહિલાઓને કારણે લોકો સાચી ઘટના ઉપર પણ વિશ્વાસ કરતા નથી. મહિલાઓ પુરુષોને સજા કરવા એનો ખોટો ઉપયોગ કરે તો કાયદો બદલાવો જોઈએ. કરણની સાથે જે થયું છે પછી MEN TOO ઝુંબેશ શરૂ કરવાની જરૂર છે. હું કરણને છેલ્લાં ૧૫ વર્ષથી ઓળખું છું. તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે.

(5:13 pm IST)