Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે સાઉથનો વિલન કિચ્ચા સુદિપ

સલમાન ખાનની ફિલ્મ ભારત છઠ્ઠી જુનના રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મના પ્રમોશન ઉપરાંત તે દબંગ-૩ના શુટીંગમાં પણ વ્યસત છે. આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર કિચ્ચા સુદિપ વિલનના રોલમાં જોવા મળશે. કિચ્ચાએ દબંગ-૩ની ટીમ સાથે જોડાઇને પોતાનું કામ શરૂ કરી દીધું છે.   સલમાને સુદિપ સાથે સેટ પર કસરતો કરી હતી. તેની તસ્વીરો પણ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે. સલમાને લખ્યું હતું કે સેટ પર ખુબ ગરમી હતી. દબંગ-૩ના પહેલા દિવસનું શુટીંગ ખુશખુશાલ પળોમાં પુરૂ થયું હતું. સલમાને લખ્યું હતું કે સેટ પર મારા માટે ઘર જેવો માહોલ હતો. સુદિપની બોલીવૂડમાં આ પહેલી ફિલ્મ છે. જેનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ રિલીઝ થશે. દબંગ-૩ પછી સલમાન ઇંશાઅલ્લાહનું શુટીંગ શરૂ કરશે.   

 

(9:30 am IST)