Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

નિલમ અને ચંકી પાંડે ટીવી પરદે

બોલીવૂડની નેવુંના દસની સુપરહીટ જોડી અભિનેત્રી નિલમ અને અભિનેતા ચંકી પાંડે હવે ટીવી પરદે જોવા મળવાના છે. આ બંને છેલ્લે ૨૦૦૧માં ફિલ્મ કસમમાં સાથે દેખાયા હતાં. ટીવી શો કિચન ચેમ્પિયનમાં નિલમ અને ચંકી એક એપિસોડમાં દેખાશે. આ માટે તેણે શુટીંગ પણ કરી લીધું છે. નિલમે કહ્યું હતું કે હું અને ચંકી ટીવી પર સાથે જોવા મળશું. મેં ઘણા સમયથી કોઇ કામ કર્યુ નહોતું. લાંબા સમય પછી શુટીંગમાં મજા આવી હતી. ચંકી મારો કો-સ્ટાર અને સારો મિત્ર છે. તેણે મારી સાથે ૧૯૮૭માં ફિલ્મ આગ હી આગથી બોલીવૂડમાં કામ શરૂ કર્યુ હતું. ચંકી કહે છે મારી પત્નિ ભાવના અને નિલમ બંને ખુબ સારી મિત્ર છે. કૂકીંગ શોમાં નિલમનો મુકાબલો કરવા મેં ખુબ મહેનત કરી છે. આ એપિસોડમાં સોનમ-ચંકી પોતાના બે હિટ ગીતો પર ડાન્સ પણ કરશે.

(9:30 am IST)