Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

બીજી ઓકટોબરે આવશે તારાની ફિલ્મ 'મરજાવા'

તારા સુતારીયા ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ થકી બોલીવૂડમાં આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને અનન્યા પાંડે મુખ્ય રોલમાં છે. તારાને આ ફિલ્મ ઉપરાંત 'કબિર સિંહ' પણ ઓફર થઇ હતી. તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની આ હિન્દી રિમેકમાં શાહિદ કપૂર મુખ્ય રોલમાં છે. જો કે તારાને આ ફિલ્મ માટે ના કહેવી પડી હતી. કારણ કે તેને કબિર સિંહ ઓફર થઇ ત્યારે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨નું ઘણું શુટીંગ બાકી હતું. આ કારણે તેણે બીજી ફિલ્મ ઠુકરાવી દીધી હતી. જો કે હવે તારાને ફિલ્મ મરજાવા મળી ગઇ છે. આ પહેલા તારાએ ફિલ્મ અલાદ્દિન પણ ઠુકરાવી દીધી હતી. મરજાંવા ઉપરાંત તારા પાસે આરએકસ-૧૦૦ની રિમેક પણ છે. જેમાં તે અહાન શેટ્ટી સાથે કામ કરી રહી છે. મરજાવામાં રિતેશ દેશમુખ, સિધ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રિત સિંહ સાથે તારાને મુખ્ય રોલ મળ્યો છે. બીજી ઓકટોબરે આ એકશન રોમાન્ટીક ફિલ્મ રિલીઝ થશે.

(9:29 am IST)