Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

સોનમ કપૂર અને આનંદ આહુજાના રિસેપ્શનમાં સલમાન ખાને શાહરૂખ ખાન અને રણવીર સિંહ સાથે ડાન્સ કર્યોઃ સોનમ કપૂર માટે સલમાન અને શાહરૂખે અનેક ગીત ગાયા

મુંબઇઃ ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરના આનંદ આહુજા સાથે લગ્ન સંપન્ન થયા બાદ રાત્રિના મુંબઇની હોટલ લીલામાં રિસેપ્શન યોજાયુ હતું. જેમાં મોટી સંખ્‍યામાં ફિલ્‍મ હસ્‍તીઓ અને રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

સોનમ કપૂર ચણિયા-ચોલીમાં ઘણી જ સુંદર લાગતી હતી. જ્યારે આનંદ આહુજાએ રાઘવેન્દ્ર રાઠોડએ ડિઝાઈન કરેલા કપડાં પહેર્યા હતા.

મુબઈની લીલા પેલેસ હોટેલમાં યોજાઈ હતી. આ પાર્ટીમાં બોલિવૂડ અને રાજકારણની ટોચની હસ્તીઓ શામેલ થઈ હતી. પાર્ટીમાં બધાની નજર ટકેલી હતી અંબાણી પરિવારની વહુ પર. સોનમ કપૂરના રિસેપ્શનમાં ઇશા અંબાણી જોવા મળી નહોતી. આ રિસેપ્શન દરમિયાન અંબાણી પરિવારે પણ ફોટોશૂટ કરાવ્યો હતું. આ ફંક્શનમાં આકાશ અંબાણીએ પોતાની ફિયાન્સે શ્લોકા મહેતા સાથે પોઝ આપ્યો હતો. 

આ રિસેપ્શન પાર્ટીમાં વિધુ વિનોદ ચોપડા, રાજકુમાર હિરાણી, કંગના રનૌત, રિશી અને નીતુ કપૂર તેમજ જાવેદ અખ્તર પણ જોવા મળ્યા હતા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાની પત્ની સાથે તેમજ સમાજવાદી પાર્ટીન પૂર્વ નેતા અમર સિંહ પણ આ રિસેપ્શનમાં પહોંચ્યા હતા. 8 મેના દિવસે સોનમ કપૂર અને આનંદ આહુજાના પંજાબી વિધિ પ્રમાણે લગ્ન થઈ ગયા છે. સાંજે તેમનું રિસેપ્શન હતું જેમાં સોનમ ગજબની ખૂબસુરત લાગી રહી હતી.

સોનમ કપૂરના લગ્નમાં દરેકે ખૂબ એન્જોય કર્યું. રણવીર સિંહ અને અર્જુન કપૂરથી લઈને દુલ્હન સોનમના પપ્પા અનિલ કપૂરે ખૂબ તૈયારીઓ કરી અને ખૂબ નાચ્યા. પરંતુ શાહરૂખ અને સલમાને સોનમના લગ્નમાં જે ધમાલ મચાવી છે તેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.

સોનમના રિસેપ્શનમાં પહોંચેલા સલમાને દોસ્ત શાહરૂખ ખાન અને રણવીર સિંહની સાથે સાથે સોનમ-આનંદ સાથે પણ ખૂબ ડાંસ કર્યો. એટલું જ નહીં સોનમ માટે સલમાન અને શાહરૂખે અનેક ગીતો પણ ગાયા.

જ્યારે જાનૂ મેરી જાનગીત પર શાહરૂખ અને અનિલ કપૂર એકસાથે ડાંસ ફ્લોર પર આવ્યા તો સાંજ યાદગાર બનાવી દીધી. સોનમના રિસેપ્શનમાં કરણ-અર્જુનમોમેંટે બધાનું ધ્યાન આકર્ષ્યું.

(7:02 pm IST)