Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સ્‍ટાર પ્‍લસની સિરીયલ ‘અનુપમા'ની અનુપમાને એક એપિસોડના 60 હજાર મળે છેઃ તેના પતિને અડધો લાખ મળે છેઃ મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્મા 30 હજાર ફી લે છે

મુંબઇઃ અનુપમા દેશનો મનપંસદ ટીવી શોમાંનો એક છે. ટીઆરપીની યાદીમાં આ શો હંમેશા ટોપ પર રહે છે. આ શોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી, અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્મા, અભિનેતા સુધાંશુ પાંડે લીડ રોલમાં છે.

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ સિરિયલમાં અનુપમાની ભૂમિકા ભજવે છે. લીડ અભિનેત્રી હોવાના કારણે તેને દરેક એપિસોડ માટે ભારે ભરખમ કમાણી થાય છે. રિપોર્ટ્સનું માનીએ તો રૂપાલી દરેક એપિસોડ દીઠ 60,000 રૂપિયા રળે છે.

અનુપમાના પતિની ભૂમિકા ભજવતા સુધાંશુ પાંડે એટલે કે વનરાજ શાહનો અભિનય પણ કમાલનો છે. આ શો માટે તેને એપિસોડ દીઠ 50 હજાર રૂપિયા મળે છે.

મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્મા આ સિરિયલમાં કાવ્યા અનિરુદ્ધ ગાંધીની ભૂમિકા ભજવે છે. જે સુધાંશુની લેડી લવ છે. મદાલસા એક એપિસોડ માટે 30 હજાર રૂપિયા ફી લે છે.

વનરાજ અને અનુપમાના મોટા પુત્રની ભૂમિકા ભજવતા અભિનેતા આશીષ મેહરોત્રાને એક એપિસોડ માટે 33 હજાર રૂપિયા મળે છે.

વનરાજ અને અનુપમાના સૌથી નાના પુત્ર સમર વનરાજ શાહના રોલમાં જોવા મળતા અભિનેતા પારસ કલનાવતને એક એપિસોડ માટે 35 હજાર રૂપિયા મળે છે.

અનુપમા અને વનરાજની પુત્રીની ભૂમિકા ભજવતી મુસ્કાનને એક એપિસોડ માટે 27 હજાર રૂપિયા મળે છે.

(5:45 pm IST)