Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

હજુ પણ હું નવી અભિનેત્રી હોઉ એવુ જ લાગે છેઃ અદિતી

હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ મરાઠી એમ અનેક ભાષાની ફિલ્મો કરી મોટો ચાહકવર્ગ ઉભો કરનારી અભિનેત્રી અદિતી રાવ હૈદરી તાજેતરમાં ધ ગર્લ ઓન ધ ટ્રેન ફિલ્મમાં પરિણિતિ ચોપડા સાથે જોવા મળી હતી. ફિલ્મનો તેઓ અભિનય ચાહકોને ગમ્યો હતો. અદિતી કહે છે હું ભલે ઇન્ડસ્ટ્રીમાં સોળ સત્તર વર્ષથી કામ કરી રહી હોઉં પણ હજુય હું જ્યારે સેટ પર જાઉ છું ત્યારે હું પોતાની જાતને નવી જ અભિનેત્રી સમજીને કામ કરતી હોઉ છું. મારી દરેક ફિલ્મ વખતે મને આવો જ અનુભવ થાય છે. હું સેટ પર જાઉ ત્યારે નવું પાત્ર, નવી કામ કરવાની ગતિ અને નવા ઉત્સાહ, લાગણી સાથે કામ કરુ છું. એકશન બોલવામાં આવતાં જ મારે શું કરવાનું છે તેની મને જાણ હોતી નથી. ત્યારે મારી અંદર એ વિચારો ચાલતા હોય છે કે હું નવા પાત્રને ન્યાય આપી શકીશ કે નહિ. પણ કેમેરો શરૂ થતાં જ મને એવો અનુભવ થાય છે કે મારો પ્રેમ બસ આ જ છે. અદિતી રાવ હૈદરી હવે અજીબ દાસ્તાન્સમાં જોવા મળી હતી. બે તમિલ-તેલુગુ ફિલ્મ પણ તેના હાથ પર છે.

(10:02 am IST)
  • કોરોના સંબંધિત પગલાઓ લેવાની તમામ સત્તા રાજય સરકારોને આપવામાં આવી છે : અમિતભાઈ : ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોન સહિતના શું પગલાઓ લેવા તેની સંપૂર્ણ છૂટ રાજય સરકારોને આપવામાં આવી છે : ફેબ્રુઆરીના અંતથી આ છૂટ આપવામાં આવી છે, જે હેઠળ હવે રાજયોએ નક્કી કરવાનું છે કે તેમના રાજયમાં કન્ટેનમેન્ટ ઝોન કે લોકડાઉન સહિતના કેવા પગલા લેવા? access_time 3:56 pm IST

  • દિલ્હીની ગંગારામ હોસ્પિટલના ૩૭ ડોકટરોને કોરોના પોઝીટીવ આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હોસ્પિટલના ચેરમેન ડો.રાણાને તાકીદે બોલાવ્યા છે access_time 3:55 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યુ છે કે દેશમાં કોરોના વેકસીનની કોઈ શોર્ટેજ નથી : રેલ્વે બોર્ડના ચેરમેને કહ્યું છે કે ખૂબ મોટી સંખ્યામાં મુસાફરોની આવ-જા થતી હોય તેમની પાસે કોરોના નેગેટીવ સર્ટીફીકેટ માંગવાની પોઝીશનમાં અમે નથી access_time 3:55 pm IST