Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ

પહેલી જ ફિલ્મથી ફિલ્મફેરનો બેસ્ટ ફીમેલ ડિબટનો એવોર્ડ જીતી ચુકેલી અને બીજા અનેક એવોર્ડ પોતાના નામે કરી ચુકલી ભૂમિ પેડનેકર આજે બોલીવૂડમાં મજબુત સ્થાન બનાવી ચુકી છે. તે આગામી ફિલ્મો બધાઇ દો અને મિસ્ટર લેલેને કારણે ચર્ચામાં છે. છેલ્લે તે ડિજીટલ પ્લેટફોર્મ પર આવેલી દૂર્ગામતિમાં ચોંકાવનારા રોલમાં જોવા મળી હતી. છ વર્ષ પહેલા દમ લગા કે હઇશા ફિલ્મના સંધ્યા વર્માના તેના રોલને કારણે વાહ વાહ મેળવી ભૂમિએ બાદમાં ટોઇલેટ એક પ્રેમકથા, શુભ મંગલ સાવધાન, લસ્ટ સ્ટોરીઝ, બાલા, સોનચિડીયા, શુભમંગલ જ્યાદા સાવધાન, પતિ પત્નિ ઓૈર વો સહિતની ફિલ્મો થકી નામના મેળવી છે. તેણે કહ્યું હતું કે મારી ફિલ્મો સામાજીક સંદેશો આપે તેની સાથે કોમર્શિયલ હોય એ પણ જરૂરી છે. ટોઇલેટ એક પ્રેમકથા, શુભ મંગલ સાવધાન, બાલા અને દમ લગા કે હઇશા મારી આવી જ ફિલ્મો છે. હું એવી ફિલ્મ જ પસંદ કરુ છું જેમાં મજબૂત સંદેશો હોય અને સાથે તે કોમર્શિયલ પણ હોય. હું મારા પાત્ર દ્વારા મહિલાને તે જેવી છે તેવી દેખાડવા ઇચ્છુ છું. મહિલાઓને સારી દેખાડવી ખુબ જરૂરી છે.

(10:01 am IST)