Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

સંજય દત્તની પત્નિ બાળકો દુબઈમાં ફસાયા

રામાયણ - મહાભારત સિરીયલો નિહાળી સમય પસાર કરી રહ્યો છે : સંજુબાબા મુંબઈ છે અને પરિવાર દુબઈમાં છે, વિડીયો શેર રી લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી

મુંબઈ : અભિનેતા સંજય દત્તની પત્નિ અને ટ્વીન્સ બાળકો દુબઈમાં ફસાયા છે. સંજય મુંબઈમાં પોતાના બંગલે એકલો છે. હાલમાં તે રામાયણ અને મહાભારત જેવી સીરીયલો જોઈ સમય પસાર કરી રહ્યો છે.

લોકડાઉનના પગલે બધી ફલાઈટો પણ બંધ છે. સંજુબાબાએ નોનવેજ ખાવાનું પણ બંધ કરી દીધુ છે. એક વિડીયો શેર કરી પોતાના ચાહકોને વિનંતી કરતાં કહ્યું છે કે હું સમજી શકુ છું કે લોકો આ સમયે પોતાનું જીવન કેવી રીતે પસાર કરી રહ્યા છે. આપણે સાવચેત રહેવુ જરૂરી છે. બધા પોતપોતાના ઘરમાં જ રહેજો. સરકારના આદેશોનું પાલન કરજો. જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળો.

મૌની રોય નામની કલાકાર પણ દુબઈમાં  ફસાઈ ગઈ છે. એકટ્રેસ રતન રાજપૂત પણ બિહારના એક નાનકડા ગામમાં ફસાઈ ગઈ છે. લોકડાઉનમાં કલાકારો વિચિત્ર કામ કરી પોતાનો સમય પસાર કરી રહ્યા છે. જેમ કે સંજય લીલા ભણસાલી તેની માતા સાથે સમય પસાર કરી રહ્યો છે. જયારે અન્ય કલાકારો ભોજન બનાવવુ, કપડા ધોવા વગેરે કામ કરી સમય પસાર કરી રહ્યા છે.

(11:26 am IST)