Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

આપણે મહિલાઓના આ સમાજના ખરા શિલ્‍પકાર છીએઃ અભિનેત્રી રશ્‍મિ દેસાઇએ શર્ટ વગર બ્‍લેઝર પહેરલ ફોટો શેર કરીને મહિલા દિવસની શૂભેચ્‍છા પાઠવી

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ એક્ટ્રેસ રશ્મિ દેસાઈ આજકાલ બોલીવુડ સ્ટારને ટક્કર આપી રહી છે. તે હાલમાં સોશિયલ મીડિયા પર સતત પોતાના ફોટોશૂટને શરે કરી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. સોમવારના રશ્મિ દેસાઈએ લાઇટ પિંક બ્લેઝરમાં એક ફોટોશૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને જોઇ લોકોનો શ્વાસ થંભી ગયો હતો.

આ તસવીરોમાં રશ્મિ દેસાઈએ સફેદ રંગનું એક બ્લેઝર પહેરું છે, પરંતુ આ સાથે જ તેણે કોઇ શર્ટ પહેર્યો નથી.

રશ્મિની આ સ્ટાઈલ તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. લોકો તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

રશ્મિએ કેપ્શનમાં લખ્યું, 'સ્ત્રીઓમાં કંઈક ખાસ છે જે પુરુષના જીવન પર કબજો કરે છે. આ માટે, એક અનુગ્રહ, શક્તિ, નીડરતા અને જવાબમાં ના નહીં સાંભળવાની તાકાત હોવી જોઇએ. અંતે, આપણે મહિલાઓના આ સમાજના ખરા શિલ્પકાર છીએ. તમામ પ્યારી મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ.

રશ્મિનો આ લૂક એક મેગઝિનના કવર ફોટો માટે છે. તેણે આ કવરની ફોટો પણ શરે કરી છે.

(5:35 pm IST)