Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

'ધ કપિલ શર્મા શો'માં જોવા મળશે ૧૯૮૩ની વર્લ્ડ કપ વિજેતા ટીમ

સોની ટીવી પર આવતા શો 'ધ કપિલ શર્મા શો'માં ૧૯૮૩માં પહેલી વાર વર્લ્ડ કપ જીતેલી ટીમ જોવા મળશે. આ ટીમ કપિલ દેવની કેપ્ટન્સી હેઠળ વિજેતા બની હતી. આ શોમાં હાજરી કપિલ દેવ, માહિન્દર અમરનાથ, સંદીપ પાટિલ, દિલિપ વેંગસરકર, કિષ્નમાચારી શ્રીકાંત, રોજર બિન્ની, કીર્તિ આઝાદ, મદન લાલ, સૈયદ ક્રિમાણી, બલવિન્દર સન્ધુ અને યશપાલ શર્માએ હાજરી આપી હતી. તેમની જૂની યાદોને તાજી કરતાં કપિલ દેવે કહ્યું હતું કે ' પહેલા સ્ટેજની મેચ જીત્યા બાદ અમે સેમીફાઇનલ સુધી પહોંચી ગયા હતા. જોકે ફાઇનલ સુધી પહોંચ્યાએ અમારા માટે પણ સરપ્રાઇઝ હતી. દરેક વ્યકિત અમેરિકામાં વેકેશન પર જવાની તૈયારી કરી રહી હતી અને અમારી બેગ પણ અમેએ રીતે જ તૈયાર કરી હતી. અમે જયારે ફાઇનલમાં પહોંચ્યા ત્યારે અમારી મિકસ ફીલિંગ્સ હતી. જોકે અમારી મહેનત રંગ લાવી હતી' આ વિશે મોહિન્દર અમરનાથે કહ્યું હતું કે ' મેચ રમવા કરતાં અમે ફીમાં હોલિડે પર જવા મળ્યું હોવાથી ઉત્સાહિત હતા. એ સમયમાં વિદેશમાં જવાની તક ભાગ્યે જ મળતી હતી. અમને એ પણ કહેવામાં આવ્યું હતું કે અમારી ટિકિટ વર્લ્ડ કપની છેલ્લી મેચ સુધીની છે એથી અમે બધા હોલિડેના મૂડમાં હતા.'

(3:18 pm IST)