Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

સલમાનના બોડીગાર્ડ શેરાને મળ્યો એવોર્ડ :તગડી સેલેરી પામતા શેરાના જીવન પરથી પ્રેરિત હતી ફિલ્મ ''બોડીગાર્ડ'

શેરાની સાથે સલમાન તેના દિકરા ટાઈગરને પણ ફિલ્મોમાં લૉન્ચ કરવાની તૈયારીમાં

 

મુંબઈ :ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો સુપરસ્ટાર સલમાનખાનનો બોડીગાર્ડ શેરા છેલ્લાં 20 વર્ષથી સલ્લુનો બૉડીગાર્ડ છે સલમાન ખાનની સુરક્ષા માટે દિવસ-રાત સાથે રહેવાને કારણે પર્સનલ બૉડીગાર્ડ શેરાને તેની ઍજન્સી તરફથી બૅસ્ટ સિક્યોરિટી ઍવોર્ડથી સન્માનિત કરાયો છે. શૅરાને ઍવોર્ડ માધુરી દિક્ષિતે આપ્યો હતો.

   શેરાની સાથે સલમાન તેના દિકરા ટાઈગરને પણ ફિલ્મોમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. એક વખતે સલમાને ટાઈગરના વખાણ કરતાં કહ્યું હતું કે તેની પર્સનાલિટી અને લૂક્સના આધાર પર હું કહી શકું છે કે આપણી પાસે એક હીરો છે.

  સલમાનની સફળતામાં શેરાનો પણ મોટો હાથ છે. શેરા એક સિખ ફેમિલીમાંથી આવે છે. તેનું અસલી નામ ગુરમીત સિંહ જૉલી છે.1995માં એક પાર્ટી દરમ્યાન શૅરાની મુલાકાત સલમાન ખાનથી થઈ. ત્યાર બાદ એક વખતે સલમાન ખાન ચંડીગઢ ગયો હતો જ્યાં ભીડમાં ખરાબ રીતે ફસાયો હતો. ત્યારે સોહેલ ખાને વિચાર્યું કે સલમાનને એક સારા બૉડીગાર્ડની જરૂરત છે સૉહેલના દિમાગમાં શેરા આવ્યો. સોહેલ શૅરાના ફિઝિક્સથી ઘણો ઇમ્પ્રેસ હતો. સોહેલે શૅરાનો કૉન્ટેક્ટ કર્યો અને પૂછ્યું ભાઈની સાથે હમેંશા રહીશ. ત્યારે શૅરાએ કંઈ પણ વિચાર્યા વિના હા કરી દીધી હતી. ત્યારથી આજ સુધી સલમાન ખાનની સાથે શૅરા ખડેપગે રહે છે.

  શૅરા સલમાનને માલિક કહે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે માલિક મારી માટે બધું છે. તે મારા ભગવાન છે. માલિક જ્યાં જ્યા છે ત્યાં હું સાથે હોઉં છું. હું તેમને એક આંચ પણ નથી આવવા દેતો. શેરા સલમાન માટે માત્ર એક બૉડીગાર્ડ નથી પરંતુ તેના પરિવારનો હિસ્સો પણ છે.

 પોતાની સિક્યોરિટી માટે સલમાન શૅરાને તગડી સેલરી પણ આપે છે. શૅરાને સલમાન દર મહિને 15 લાખ રૂપિયા પગાર તરીકે આપે છે. સલમાનની ફિલ્મ બૉડીગાર્ડ શૅરાના જીવનથી પ્રેરિત હતી. શૅર અમિતાભ બચ્ચન જેવા મોટાં કલાકારોને પણ સિક્યોરિટી આપી ચૂક્યો છે. સાથે TIGER SECURITY નામની એક કંપની પણ ચલાવે છે.

(11:09 pm IST)
  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST