Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

કપિલ શર્મા નવા શો સાથે 25મી માર્ચે ટીવી પર હસાવવા તૈયાર

મુંબઈ:કપિલ શર્મા ફરી પોતાના નવા શો સાથે ટચૂકડા પડદા પર ત્રાટકવા તૈયાર છે. મળેલી જાણકારી મુજબ આ શો ૨૫મી માર્ચના શરૃ થાય તેવીયોજના છે. કપિલના આ શોનું નામ 'ફેમિલી ટાઇમ વીથ કપિલ હશે. કપિલનો ટચૂકડા પડદા પર આ ત્રીજો શો હશે. પહેલી વખત તેણે કલર્સ ચેનલ સાથે કોમેડી નાઇટસ વિથ કપિલ શો શરૃ કર્યો હતો. પછીથી ચેનલના માંધાતાઓ અને કપિલ વચ્ચે વિવાદ થયો હતો અને કપિલનો શો બંધ થઇ ગયો હતો. તે પછી કોમેડિયને સોની ચેનલ પરથી  ધ કપિલ શર્મા શોનું પ્રસારણ કરીને દર્શકોને ખડખડાટ હસાવ્યા. પરંતુ પછીથી કપિલની અનિયમતા અને સુનીલ ગ્રોવર સાથેના તકરારથી આ શો બંધ કરી દેવામાં આવ્યો. હવે તે ત્રીજી વખત પોતાના શો સાથે આવી રહ્યો છે. કપિલનો આ શો પાછલા બન્ને શો કરતા જુદો હોવાનું કહેવાય છે. આ શોનો હિસ્સો સામાન્ય વ્યક્તિ પણ બની શકશે તેઓ પોતાના પરિવાર સાથે પણ આ શોમાં ભાગ લઇ શકશે. સુનીલ ગ્રોવર સિવાય પહેલાની સંપૂર્ણ ટીમ આ શોમાં હશે તેવી ચર્ચા છે.

(4:57 pm IST)