Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

4 એપ્રિલે ચીનમાં રિલીઝ થશે 'હિન્દી મીડીયમ'

મુંબઈ:ટોચના અભિનેતા ઇરફાન ખાનની હિટ નીવડેલી ફિલ્મ હિન્દી મિડિયમ આવતા મહિને ચીનમાં રજૂ થશે એેવી જાણકારી મળી હતી. દેશના વિવિધ રાજ્યોમાં અંગ્રેજી મિડિયમની સ્કૂલોમાં બાળકોને ભણાવવાની જે ઘેલછા હાલ માબાપોમાં પ્રવર્તે છે એને કારણે પ્રાદેશિક ભાષાઓની સ્કૂલો બંધ થઇ રહી છે એ હકીકત પર આધારિત હિન્દી મિડિયમ ફિલ્મ ઘરઆંગણે હિટ નીવડી હતી. એટલે હવે એને ચીનમાં રજૂ કરવાની યોજના છે. એપ્રિલની ચોથીએ આ ફિલ્મ ચીનમાં રજૂ થશે. અત્યાર અગાઉ આમિર ખાનની થ્રી ઇડિયટ્સ, દંગલ અને હાલ સિક્રેટ સુપર સ્ટાર ચીનમાં ચાલી રહી છે અને ધીંગી કમાણી કરી રહી છે. આમિરનું જોઇને સલમાન ખાને પણ પોતાની ટાઇગર જિંદા હૈ ફિલ્મ ચીનમાં રિલિઝ કરાવી હતી. આ ફિલ્મે રજૂ થયાના પાંચ છ દિવસમાં ૯૦ કરોડની કમાણી પણ નાંધાવી હતી. એ જોતાં હિન્દી મિડિયમના સર્જકોને ચીનમાં પોતાની ફિલ્મ રજૂ કરવાની ઇચ્છા જાગે એ સમજી શકાય એવી હકીકત હતી. ચીનમાં દિવસે દિવસે વધુ ને વધુ ભારતી ફિલ્મો રજૂ થવા માંડી છે.

(4:56 pm IST)