Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

અભય દેઓલની સ્પષ્ટા: હું હેપ્પી ભાગ જાયેંગીની સિક્વલમાં કામ નથી કરતો

મુંબઇ: ભૂમિકાઓ પસંદ કરવામાં અત્યંત ચૂઝી એવા અભિનેતા અભય દેઓલે કહ્યું હતું કે હિટ ફિલ્મ હેપ્પી ભાગ જાયેગીની સિક્વલમાં હું ચમકી રહ્યો નથી. હેપ્પી ભાગ જાયેગી ઓરિજિનલ ફિલ્મમંા અભય હીરો હતો. ફિલ્મે ધાર્યો બિઝનેસ કર્યો હતો. એટલે એના સર્જકોએ સિક્વલ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને એ માટે મુદ્દસર અઝીઝને જવાબદારી સોંપી હતી. મુદ્દસરે શૂટિંગ શરૃ કરી દીધું હોવાનંુ કહેવાય છે. આ અંગે પૂછવામાં આવતાં અભયે કહ્યું કે આ વાત સાચી છે પરંતુ સિક્વલમાં હું કામ કરતો નથી. અભયની નવી ફિલ્મ નાનુ કી જાનુ એપ્રિલમાં રજૂ થવાની છે. આ ફિલ્મમાં એ પહેલીવાર અભિનેત્રી પત્રલેખાની સાથે ચમકી રહ્યો છે. આ ફિલ્મ એક કોમેડી છે એમ એણે કહ્યું હતું. આથી વધુ કંઇ કહેવાનો એણે ઇનકાર કર્યો હતો. એણે કહ્યું કે મને ફક્ત એટલી જાણ છે કે મુદ્દસરે હેપ્પી ભાગ જાયેગીની સિક્વલનું કામ શરૃ કરી દીધુ ંહતું. એથી વધુ હું કંઇ જાણતો નથી. મારા તરફથી એટલું જ કહેવાનું કે હું આ ફિલ્મ કરતો નથી.

(4:56 pm IST)
  • નીરવ મોદીના કૌભાંડ પૂર્વે 2017ના નાણાકીય વર્ષમાં પંજાબ નેશનલ બેંકે વિવિધ કૌભાંડોમાં 2800 કરોડ ગુમાવ્યા છે access_time 12:08 am IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST