Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

'ડોન-3'માં શાહરુખ ખાનની ઓપોઝીટ નજરે પડશે નવી અભિનેત્રી

મુંબઈ: બૉલીવુડ કિંગ ખાન શાહરુખ ખાનની ફિલ્મ ડોન-3માં નવી અભિનેત્રી કામ કરતી જોવા મળવાની છે. બૉલીવુડ ફિલ્મકાર ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની પોતાની સુપરહિટ ફિલ્મ ડૉનનો ત્રીજો ભાગ બનાવવા જઈ રહ્યા છે. આનંદ એલ રાયની ફિલ્મ 'જીરો'ની શૂટિંગ પુરી થતા જ શાહરુખ ખાન ફિલ્મ ડોન-3નું શૂટિંગ શરૂ કરશે.

ડોન-2ના અંદાજે 7 વર્ષ પછી શાહરુખ ખાન પરદા પર અંડરવૉર્લ્ડ ડોનની ભૂમિકામાં જોવા મળશે. ચર્ચા છે કે ડોનની બન્ને સિરીઝમાં પ્રિયંકા ચોપડા હતી પણ ડોન-3માં તે જોવા નહીં મળે. ફિલ્મની શૂટિંગ દુબઇ અને અબુ ધાબીમાં થશે, ફિલ્મનું શૂટિંગ 2019માં શરૂ કરવામાં આવશે.

(4:55 pm IST)