Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

હું તો અકસ્માતે બોલીવુડમાં આવી ગઈ છું: જેકલીન

મુંબઇ:  અભિનેત્રી જેક્લીન ફરનાન્ડિસે કહ્યુ હતું કે હું તો અકસ્માતે બોલિવૂડમાં અભિનેત્રી તરીકે આવી ગઇ છું. મેં બોલિવૂડમાં આવવાની યોજના ઘડી નહોતી. 'સાવ કૂમળી વયથી મારા મનમાં એક વાત હતી કે સતત ટેન્શન વચ્ચે જીવતા આધુનિક સમયના લોકોને હસાવવા. એ માટે મારે એન્ટરટેઇનર બનવું હતું. એ સમયે અભિનય કરવાનો વિચાર માત્ર પણ નહોતો. ફિલ્મોમાં આવવાનીય વાત નહોતી. ફક્ત એન્ટરટેઇનર બનવાની કલ્પના કર્યા કરતી' એમ જેક્લીને કહ્યુ ંહતું. તેણે ઉમેર્યું હતુંકે બોલિવૂડમાં તો હું બાય ચાન્સ આવી ગઇ છું.બોલિવૂડની ફિલ્મોમાં અભિનય એટલે માત્ર મનોરંજન નહીં, પણ ડાન્સ, ગીત અને વિવિધ સંવેદનો દ્વારા કલા રજૂ કરવી એમ હું માનતી થઇ છું.  ઓડિયન્સ તમારા દ્વારા પાત્રમાં ઓતપ્રોત થઇ જાય છે ક્યારે તો ઓડિયન્સ મનોમન તમારું પાત્ર બની રહે છેે અને પોતાને જે તે પાત્રમય બનાવી દે છે. આ પણ એક ચેલેંજ છે.

(4:53 pm IST)