Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

‘બાગી 2’ના નવા ગીત ‘ઓ સાથી’માં જોવા મળી ટાઈગર-દિશાની રોમેન્ટિક કેમિસ્ટ્રી

તમે પણ જોવો ‘બાગી-2’નું નવું રિલીઝ થયેલ ગીત ‘ઓ સાથી’...

મુંબઈ: બૉલીવુડ એકટર ટાઇગર શ્રોફ અને દિશા પટાની અભિનીત અપકમિંગ ફિલ્મ 'બાગી-2'નું નવું ગીત 'ઓ સાથી' રિલીઝ થયું છે. થોડા દિવસ પહેલા ફિલ્મના હીરો ટાઈગરે આ ગીતને સોશિયલ મીડિયા પર શેયર કર્યું હતું. આ ગીતને શયર કરતા ટાઈગરે લખ્યું હતું કે 'કોલેજનો પહેલો પ્રેમ હમેશા ખાસ હોય છે. રોની અને નેહાની પ્રેમકહાની જોઈલો'

આ ગીતમાં ટાઇગર અને દિશા એક કોલેજમાં સ્ટુડન્ટ તરીકે જોવા મળે છે. ગીતમાં બન્નેની કેમેસ્ટ્રી ખુબ જ સરસ છે. આતીફ અસલમે આ ગીતને સ્વર આપ્યો છે. આ ફિલ્મ 30 માર્ચના  સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(8:59 pm IST)