News of Friday, 9th March 2018

સની લિયોનની બાયોપિક હવે ટુંકમાં ટેલિવીઝન પર રજૂ થશે

મેરી કોમ બાદ હવે સની લિયોનની બાયોપિક રજૂ : સની લિયોનની વધતી લોકપ્રિયતાથી બધા ચાહકો હેરાન

મુંબઈ,તા. ૯ : પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી અને સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી અભિનેત્રી સની લિયોનની વધતી લોકપ્રિયતાના કારણે તમામ ચાહકો આશ્ચર્યચકિત છે. સની લિયોન દિન્ પ્રતિદિન વધુને વધુ લોકપ્રિયતા મેળવી રહી છે. આના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો પણ આ બાબતને લઇને હેરાન થઇ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી આઇટમ સોંગનો અર્થ માત્ર સની લિયોન છે. પોર્ન સ્ટારથી લઇને બોલિવુડમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પગ જમાવવા માટેની બાબત હમેંશાથી પડકારૂપ રહી છે. હવે સની લિયોનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે તેની બાયોપિક ટેલિવીઝન પર રજૂ કરવાની હિલચાલ ચાલી રહી છે. ટુંક સમયમાં જ તેની બાયોપિક લોકો ટીવી પર નિહાળી શકાશે. તેની બાયોપિક ઝી-૫ ઉપર રજૂ કરવામાં આવનાર છે. સની લિયોને પોતે ઇન્સ્ટાગ્રામ પર આ અંગેની માહિતી આપી રહી છે. સની લિયોને કહ્યુ છે કે તેના માટે આ ગર્વની બાબત છે કે તેની બાયોપિક હવે રજૂ થવા જઇ રહી છે. સની લિયોન પહેલા બોક્સર મેરી કોમની બાયોપિક રજૂ કરવામાં આવી હતી. તેના પર ફિલ્મ પણ બનાવવામાં આવી ચુકી છે. સની લિયોન અંગે કેટલાક લોકો વધારે માહિતી ધરાવતા નથી. તેને સેક્સ સિમ્બોલ તરીકે ચાહકો ઓળખે છે. હકીકતની લાઇફમાં ખુબ જ સિમ્પલ લાઇફ જીવે છે.  સની લિયોન ફિલ્મોમાં હંમેશા પોતાના બોલ્ડ સીન માટે ચર્ચામાં રહે છે. એક્ટિંગ ઉપરાંત સની લિયોન અનેક સામાજિક કાર્યો સાથે પણ જોડાઈ ચુકી છે. ભારતમાં આવ્યા બાદથી તેને ખુબ સન્માન મળી રહ્યું છે. બોલીવુડમાં પણ હવે તેને પસંદ કરવામાં આવી રહી છે. સની લિયોન પ્રાણીઓની જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાઈ ચુકી છે. પ્રાણીઓની સંસ્થાઓ સાથે જોડાઈ જઇને તે સામાજિક કામ કરી રહી છે. સની લિયોનની  ફિલ્મો ઓછી આવી રહી છે પરંતુ આઇટમ સોંગના કારણે વધારે જાણીતી રહી છે. તેના આઇટમ સોંગની હમેંશા ધુમ રહે છે. હાલમાં તે બાદશાહો, રઇસ સહિતની ફિલ્મમાં આઇટમ સોંગ કરી ચુકી છે. સની લિયોને પ્રાણીઓ પ્રત્યે પોતાના પ્રેમ અંગે વાત કરતા કહ્યું છે કે, દરેક વ્યક્તિએ પ્રાણીઓ પ્રત્યે સહકાર દર્શાવવાની ભાવના રાખવી જોઇએ. સની લિયોન પોતાની ફિલ્મી કેરિયરને લઇને આશાવાદી બનેલી છે. શાહરૂખ ખાન સાથેની ફિલ્મ રઇસમાં પણ તે આઇટમ સોંગ કર્યા બાદ હવે આઠમ સોંગ એટલે સની લિયોન થઇ ગઇછે. જ્યારે પણ કોઇ આઇટમ સોંગ તૈયાર કરવામાં આવ છે ત્યારે તેના માટે સૌથી પહેલા સની લિયોનની પસંદગી કરવામાં આવે છે. આગામી દિવસોમાં તેની બાયોપિકની ચર્ચા રહી શકે છે. સની લિયોને પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત જીસ્મ-૨ સાથે કરી હતી. ત્યારબાદ જેક્પોટ, રાગિની એમએમએસ-૨ અને એક પહેલી લીલા તેમજ તેરા ઇન્તજાર જેવી ફિલ્મમાં કામ કરી ચુકીછે. શાહરૂખ ખાન, અજય દેવગનની ફિલ્મમાં તે આઇટમ સોંગ કરી ચુકી છે.

(12:54 pm IST)
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST