Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ત્રણ મહિનાનો દીપિકાને મળ્યો આરામ

મુંબઈ:બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આગામી ત્રણથી ચાર મહિના સુધી હવે કોઈ કામ કરવાની નથી. જેના કારણે તેની આગામી ફિલ્મોમાં પણ વિલંબ થઈ શકે છે. લાંબા સમયથી દીપિકા એક બાદ એક ફિલ્મોમાં કામ કરી રહી હતી. તાજેતરમાં રીલીઝ થયેલ ફિલ્મ પદ્માવતમાં તેની મહેનત તમામને નજરે પડી છે. પરંતુ આટલી મહેનત હવે તેના સ્વાસ્થ્ય પર ભારે પડી રહી છે. 

 

સુત્રોના જણાવ્યા મુજબ, દીપિકા અત્યારે પીઠના દુઃખાવાનો સામનો કરી રહી છે. જેથી ડોક્ટરોએ તેને ૩થી મહિના આરામ કરવા જણાવ્યુ છે. અત્યાર દીપિકા વિશાલ ભારદ્વાજની એક ફિલ્મમાં કામ કરી રહી છે, જેમાં દીપિકા સાથે ઈરફાન ખાન નજરે પડવાનો છે. પરંતુ ઈરફાન ખાન પણ કેટલાક દિવસથી બિમાર છે. તેણે તાજેતરમાં પોતાને કોઈ દુર્લભ બિમારી હોવાનુ જણાવી લોકોને પોતાના માટે દુઆ કરવા જણાવ્યુ હતું. 
પહેલા ઈરફાન ખાન અને દીપિકાની જોડી ફિલ્મ પીકુમાં નજરે પડી હતી. જેમાં બન્નેનો દમદાર અભિનય જોવા મળ્યો હતો. તેમજ લોકોને પણ ફિલ્મ ખૂબ પસંદ પડી હતી. ત્યારે દર્શકો હવે જોડીને ફરી પડદા પર જોવા આતુર બન્યા છે.

 

(5:57 pm IST)