Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

પ્રભુ દેવાની 'મરક્યુરી'નું ટીઝર લોન્ચ

મુંબઈ: એકટર, ડાન્સર અને કોરિયોગ્રાફર પ્રભુ દેવાની અપકમિંગ ફિલ્મ 'મરક્યુરી'નું ટીઝર અને પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ટિઝરને  જોતા એવો અંદાજો લગાવી શકાય કે આ ફિલ્મમાં તેમનો અલગ જ લૂક જોવા મળવાનો છે. આ ટીઝરમાં પ્રભુ દેવાઈ ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે.

ટીઝરમાં પ્રભુદેવા લોહીથી લથપથ નજરે પડે છે. જેને જોઈને બીક લાગે એવો છે. આ ફિલ્મ બધી જ ભાષામાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં સનત.દિપક અને રેમ્યા નમ્બીસન જેવા કલાકારો જનરે પડે છે. ફિલ્મ મર્ક્યુરીના નિર્દેશક અને લેખક કાર્તિક સબ્બારાજ છે. 13 એપ્રિલના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે.

(5:47 pm IST)