Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

દિપિકા - રણવીર ટુંક સમયમાં પરણશે

બંનેના વાલીઓએ તારીખ નક્કી કરી લીધીઃ મુંબઇમાં જ યોજાશે લગ્ન

મુંબઇ તા. ૮ : પાછલા વર્ષે જયારે એકટ્રેસ અનુષ્કા શર્મા અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ઈટાલીમાં લગ્ન કર્યા, ત્યારથી જ બોલિવૂડના ફેમસ કપલ માનવામાં આવતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની અટકળો લગાવાઈ રહી હતી.

 

જોકે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંનેના પેરેન્ટ્સે હાલમાં જ લગ્નની તારીખ નક્કી કરી લીધી છે. કહેવાઈ રહ્યું છે કે આ માટે ખાસ રીતે દીપિકાના પેરેન્ટ્સ બેંગલુરુથી મુંબઈ રણવીરના પેરેન્ટસને મળવા માટે આવ્યા હતા.

હકીકતમાં આ ખાસ મુલાકાત બાદ દીપિકાને રણવીરના પેરેન્ટ્સ સાથે ડિનર કરતા જોવા મળી. એવું સૂત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે કે રણવીર-દીપિકા પણ ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છતા હતા, પરંતુ રણવીરના પેરેન્ટ્સ ઈચ્છે છે કે લગ્ન મુંબઈમાં જ થાય.

કારણ કે તેમના બધા સંબંધીઓ મુંબઈ-દિલ્હીમાં રહે છે અને ડેસ્ટીનેશન વેડિંગના કારણે તેઓ નથી ઈચ્છતા કે સંબંધીઓ લગ્નમાં શામેલ ન થઈ શકે. ખાસ વાત એ છે કે આ લગ્ન સાઉથ ઈન્ડિયન રીતિ-રિવાજો સાથે જ પંજાબી લગ્નની વિધિ પણ નિભાવવામાં આવશે.

ખાસ વાત છે કે આગલા અમુક જ મહિનામાં આ લગ્નની અટકળો તેજ થઈ ગઈ છે. જેના માટે દીપિકાએ શોપિંગ પણ શરૂ કરી દીધું છે. ગપશપ ગલીની જાણકારી મુજબ દીપિકા વેડિંગ જવેલરી ખરીદવા માટે રણવીરના પેરેન્ટ્સ સાથે લંડન રવાના થઈ ચૂકી છે. તો આજકાલ પોતાની ફિલ્મ 'ગલી બોય'ની શૂટિંગમાં વ્યસ્ત રણવીર આ ટ્રિપ પર નથી જઈ શકયો.(૨૧.૬)

(9:58 am IST)