Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

હવે મને પોલીસ અને ગેંગસ્ટરના રોલ જ મળે છેઃ મંદિરા

અભિનેત્રી મંદિરા બેદી ૪૫ વર્ષની ઉમરે પણ વ્યાયામને કારણે સ્વસ્થ અને ફિટ છે. તે આજે પણ અવાર-નવાર હોટ ફોટા સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. મંદિરા હાલમાં લાંબા સમયથી ટીવી પરદેથી દુર છે. તે કહે છે મને છેલ્લા બે વર્ષથી પોલીસ અને ગેંગસ્ટરના રોલ ઓફર થઇ રહ્યા છે. હું ટુંકા વાળ અને ફિટનેસથી ખુશ છું. લોકો મને હવે આવા રોલમાં જોઇ શકે છે. મંદિરા ૧૯૯૦માં દૂરદર્શનની સિરીયલ શાંતિ થકી ઘર-ઘરમાં જાણીતી બની ગઇ હતી. એ પછી તેણે ક્રિકેટ વર્લ્ડકપ વખતે પણ શોનું સંચાલન કર્યુ હતું. મંદિરાએ એક તમિલ ફિલ્મમાં પોલીસ  અધિકારીની ભુમિકા નિભાવી હતી. છેલ્લે તે વોડકા ડાયરી નામની ફિલ્મમાં જોવા મળી હતી. પ્રભાસની સાહોમાં તે ફરીથી ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. મંદિરાએ દોડવું ગમે છે. તેણે તાજેતરમાં મેરેથોન દોડમાં પણ ભાગ લીધો છે.

(9:32 am IST)
  • દ્વારકા-નાગેશ્વર મંદિર વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પ્લોટ પાડીને વેચી દેવાઈ : પૂજારી સહિત ૧૬ સામે મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ access_time 5:54 pm IST

  • સુરેન્દ્રનગરના રળોલ ગામે સેન્ટ્રીંગનું કામ કરતા 7 મજૂરોને વીજશોક :એકનું મોત access_time 12:09 am IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST