Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

ચાહકોને ગમ્યો શ્રધ્ધાનો લૂક

બાહુબલી પ્રભાસ હાલમાં પોતાની ફિલ્મ 'સાહો'ના કામમાં વ્યસ્ત છે. તેની સાથે મુખ્ય હિરોઇન તરીકે બોલીવૂડની આશિકી ગર્લ શ્રધ્ધા કપૂરને લેવામાં આવી છે. આ ફિલ્મનો શ્રધ્ધાનો લૂક સોશિયલ મિડીયા પર રજૂ થયો છે. જેમાં તે ખુબ ગુસ્સામાં હોય તેવી દેખાઇ રહી છે. ચાહકોને તેનો આ લૂક ગમ્યો છે. આ પહેલા પ્રભાસના આડત્રીસમા જન્મ દિવસના રોજ સાહોનું પહેલુ પોસ્ટર રિલીઝ કરાયું હતું. જેમાં તે અલગ જ અંદાજમાં દેખાઇ રહ્યો છે. આ ફિલ્મ એડવેન્ચર ફેન્ટસી છે. શ્રધ્ધાની આ પહેલી જ તેલુગુ ફિલ્મ છે. ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ચુકયું છે. દોઢસો કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મ મળતાં શ્રધ્ધા ખુબ જ ખુશ છે. તેલુગુ ઉપરાંત હિન્દીમાં પણ આ ફિલ્મ રિલીઝ થશે. એકશનથી ભરપુર આ ફિલ્મમાં નિલ નિતીન મુકેશ, જૈકી શ્રોફ, ચંકી પાંડે અને મંદિરા બેદી પણ છે.

(2:43 pm IST)
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST

  • સુપર સ્ટાર રજનીકાંત સાથે જોવા મળેલ કૂતરાને ખરીદવા માટે ૨ કરોડ જેટલી જંગી રકમ આપવા ચાહકો તૈયાર access_time 5:54 pm IST

  • માળીયા મિંયાણામા પાણીની ભારે તંગી : એક બેડા માટે ૩ કિ.મી. દૂર રઝળપાટ : મહિલાઓ અને પુરૂષોએ સાથે પીવાના પાણી ભરવા જવુ પડે છે : ઉનાળાના પ્રારંભે જ વિકટ પરિસ્થિતિ access_time 5:54 pm IST