Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

50 કરોડના આંકડામાં સામેલ થઇ ફિલ્મ 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી'

મુંબઈ: બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી'થિયેટરના એક અઠવાડિયા પહેલા રિલીઝ થઇ ચુકી છે.યુવાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 50 કરોડથી પણ વધુની કમાણી કરી છે.ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવી રહી છે.જો બોક્સઓફિસ પર ફિલ્મના કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે પ્રથમ અઠવાડિયે 45 કરોડની શાનદાર કમાણી કરી હતી.લવ રંજનના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' 23 ફ્રેબ્રુઆરીનાં રોજ રિલીઝ થઇ હતી જેમાં કાર્તિક આર્યન અને નુસરત ભરૂચાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

(6:48 pm IST)
  • સરકાર કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપે અને એવા પગલાં લ્યે જેથી દેશના લોકોને 2 બાળકોની પોલિસીને અનુસરવા માટે ઉત્સાહ મળે આવી માંગણી કરતી જાહેરહિતની અરજી સુપ્રીમમાં દાખલ access_time 12:07 am IST

  • પાકિસ્તાનને અમેરિકાનો વધુ એક ઝટકો : 3 આતંકવાદીઓ પર જાહેર કર્યા 70 કરોડના ઈનામ : મુલ્લા ફઝલુલ્લાહ પર 5 મિલિયન ડૉલર (લગભગ 32 કરોડ રૂપિયા) અને બાકીના બંને અબ્દુલ વલી અને મનાલ વાઘ પર ત્રણ-ત્રણ મિલિયન ડોલર (એટલે કે 19-19 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું છે. access_time 1:16 pm IST

  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST