Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

એકતા કપૂરની નવી વેબ સિરીઝ 'કહનેકો હમસફર હે'

મુંબઈ: એકતા કપૂરે નાના પડદાં પર ઘણા બધા સંબંધને રજૂ કર્યા છે ક્યારેક બોલ્ડ લાઇટ્સ સાથે તો ક્યારેક મહોબતની સીમા તોડીને સંબંધની મજબુરીની વાતો લોકો સમક્ષ રજૂ કરી છે.એકતા હવે વેબ સિરીઝની મદદથી એક હાર્ડ-હિટિંગ કહાની લઈને આવી રહી છે.'કહને કો હે હમસફર'એકતા કપૂરના વેબ પ્લેટફોર્મ પર શરૂ થઇ રહેલ આ શોનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે લીડ રોલમાં એકતા કપૂરની ખુબજ ખાસ રહી ચૂકેલ મોના સિંહ અને રોનિત રોય છે અને સાથે ગુરદીપ કોહલી અને નીના ગુપ્તા પણ જોવા મળશે.

(6:43 pm IST)
  • રાજકોટમાં સિલ્વર પાર્ક -4 માં રહેતા પ્રોફેસર રક્ષીત રૈયાણીની બળાત્કારના કેસમાં મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી રક્ષીતના ઘરમાં સર્વિસ કોન્ટ્રાક્ટર પર રહેતી છોકરીએ રક્ષીત રૈયાણી પર બળાત્કાર અને મારપીટ કર્યાની ફરિયાદ પોલીસમાં કરી હતી, આ ઉપરાંત રક્ષીતના માતા - પિતાની પણ મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ એજ રક્ષીત રૈયાણી છે જેણે તાજેતરમાજ પોતાની ત્રીજી પત્નીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી અને એ પત્ની એના ઘરની જ બહાર ધરણા પર બેઠી હતી. access_time 12:55 am IST

  • એસટી બસનું છેલ્લા બે વર્ષમાં સરકારી કાર્યક્રમોમાં ભારે ઉપયોગ, તેમ છતાં ભાડાની પૂરી રકમ હજુ સુધી ચૂકવાઈ નથી : બે વર્ષમાં ૪૭૦૪૧ બસો દોડાવાઈ : પરંતુ ભાડાપેટાની ૨૨.૭૮ કરોડ જેવી રકમ ચૂકવાઈ નથી access_time 5:53 pm IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST