Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

ક્રિતી સેનને શેયર કરી "બચ્ચન પાંડે"ની આ ખાસ તસ્વીર

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સનન તેની આગામી ફિલ્મ અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'બચ્ચન પાંડે'ના સેટ પરથી સીન પાછળની તસ્વીર શેયર કરી હતી. કૃતિએ ઇંસ્ટાગ્રામ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે, જેમાં તે અરીસાની સામે પોતાને માવજત કરતી જોવા મળે છે." અક્ષયે, અભિનેત્રી ક્રિતી સનન અને જેકલીન ફર્નાન્ડીઝ સાથે તાજેતરમાં જેસલમેરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ હતું. શૂટ માર્ચ સુધી ચાલુ રહેશે. ટીમને ગાડીસર તળાવ અને જેસલકોટ જેવા સ્થળોએ શૂટિંગ કરવાની આશા છે.

(4:59 pm IST)