Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

ફિલ્મ 'શિકારા' ના ડાયરેકટર વિધુ વિનોેદ ચોપરા ફરી વિવાદમાં ફસાશેઃ કાશ્મીરી પંડિતોની દુર્દશાને પ્રોફેશનાલિઝમ દ્વારા દર્શાવ્યાનો એક મહિલાનો ફિલ્મના સ્કનિંગ દરમ્યાન આરોપ.

મુંબઇઃ  ડાયરેકટર વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ શિકારા નવા વિવાદમાં ફસાઇ ગઇ છે. શુક્રવારે દિલ્લીના એક થિયેટરમાં આ ફિલ્મનું સ્કીનિંગ થયું. ફિલ્મ પુરી થયા પછી જયારે વિધુ ઓડીયન્સને રૂબરૂ મળવા પહોંચ્યા તો એક મહિલાએ કાશ્મીરી પંડિતોની દુર્દશાને પ્રોફેશનાલિઝમનો આરોપ લગાવતા વિરોધ દર્શાવ્યો. આ દરમ્યાન મહિલા ધ્રુસકે ધ્રુસકે રડવા પણ લાગી અને વિધુને કેટલીય વાતો સંભળાવી. તેણે આરોપ લગાવ્યો કે ચોપરાએ પોતાની ફિલ્મમાં વાસ્તવિક દુઃખ નથી દર્શાવ્યુ જેમા ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્રારા કરવામાં આવેલા નરસંહાર, સામુહિક બળાત્કાર અને હત્યા સામેલ છે.

ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં મહિલા કહી રહી છે, તમારું પ્રોફેશનાલિઝમ તમને મુબારક, કાશ્મીરી પંડિત હોવાના કારણે મને તમારી ફિલમ સ્વીકાર્ય નથી. હુ તેને રીજેકટ કરૂ છું. તમે કાશ્મીરી પંડિત એકટર્સને પણ કાસ્ટ કરી શકતા હતા.  આવુ રાજકારણ શા માટે રમ્યા? તમે કાશ્મીરી પંડિતોના દુઃખનુ ધ્રુવીકરણ કર્યુ છે.

આ દરમ્યાન ચોપરાએ મહિલાને સાંત્વન આપી કહ્યુ કે તે આ ફિલ્મની સિકવલ પણ બનાવશે. તેણે કહ્યું સત્યના બે ચહેરા હોય છે એક જ મુદે લોકોના જુદા જુદા વિચાર હોય છે.

(12:59 pm IST)